બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / Official departure of Monsoon from Gujarat, transfer orders to 69 officials in revenue department

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, મહેસુલ વિભાગમાં 69 અધિકારીઓને બદલીના આદેશ, ગોળ પર ઘટી ગયો GST

Dinesh

Last Updated: 07:28 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ, રાજ્યમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી.

 ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસાએ 8 દિવસ પહેલા વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત 8 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ્યું હતું. કેરળથી ચોમાસાની એન્ટ્રી થયા બાદ ગુજરાતમાં ચોમાસુ 26 જૂને આવ્યું હતું. જે બાદ તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય બાદ હવે સૌરાષ્ટ્રના કાંઠાળ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદાય જાહેર થવા સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણાહુતિ થઈ છે.

Finally official departure of Monsoon from Gujarat, now dry weather forecast for next 8 days in the state

લોકસભા ચૂંટણી પહેલા બદલીની મોસમ શરૂ થઈ છે. મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓને બદલીના સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરાઈ છે.  જેમાં નિલેષ બી વલસાડ પ્રાંત અધિકારીને ડેપ્યુટી કલેક્ટર સ્ટેપ ડ્યૂટી અમદાવાદ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે

Gandhinagar News: ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ નોટિસ ફટકારી છે. માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી  રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી. 

Penalty for teachers who make mistakes in paper verification of Gujarat Board Class 10 and 12 examination

Ahmedabad News: ICC ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ ચૂકી છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમની વચ્ચે ફાઈનલ સહિત કુલ 48 મેચો રમાશે. ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ જે ટીમો ટોપ 4માં રહેશે તે ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આવી સ્થિતિમાં ભારતીયો સહિત આખી દુનિયા 14મી ઓક્ટોબરની રાહ જોઈ રહી છે, કારણ કે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ભારત-પાકિસ્તાન મેચની તૈયારીઓને લઈને આખરી ઓપ અપાઈ  રહ્યો છે. 

Ahmedabad International Airport Authority has increased the charges as Cricket World Cup begins

Sabarkantha News: ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટેનો નિર્ણય લેવાયો છે, જેને લઇને સરકાર દ્વારા મેરીટ લીસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, રાજ્યભરમાં જ્ઞાન સહાયકોની ભરતીને લઈને TET-TAT પાસ ઉમેદવારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં ન લાવીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આજે સાબરકાંઠાના ઈડરમાં પણ ઉમેદવારોએ વિરોધ નોંધઆવ્યો હતો.

TAT and TET pass candidates submitted application letter to Sabarkantha Collector

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ નવરાત્રીના સમય દરમિયાન મેડિકલ એસોસિએશન સજાગ અને સજ્જ બન્યું છે. નવરાત્રીને પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનની તડામાર તૈયારીઓ છે. આ સમય હાર્ટ એટેકના બનાવને લઇ ખેલૈયાઓ માટે તબીબો તૈનાત રહેશે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશને 26 હોસ્પિટલનું લીસ્ટ જાહેર કર્યું છે. મેડિકલ એસોસિએશને  હોસ્પિટલના નામ સાથે નંબર પણ જાહેર કર્યા છે. અમદાવાદમાં તમામ જગ્યાએ નવરાત્રીના સમય દરમિયાન ઇમરજન્સી સારવાર મળી રહેશે. શહેરના તમામ એરિયા પ્રમાણે  હોસ્પિટલો નક્કી કરાઇ અને હાસ્પિટલમાં ICUની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે શહેરમાં મેડિકલ એસોસિએશન દ્વારા 26 હોસ્પિટલોનું નંબર સાથેનું લિસ્ટ પણ જાહેર કરાયું છે. 

Ahmedabad Medical Association has announced a list of 26 hospitals for heart attack cases during Navratri.

વડોદરાના વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. દર વર્ષે યુનાઇટેડ વે ગરબામાં હજારો ખેલૈયાઓ આવતા હોય છે, જેના કારણે સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.યુનાઇટ વેના ગરબાના ગ્રાઉન્ડ પર આયોજકો દ્વારા મેડિકલ ટીમ ખડેપગે રાખવામાં આવશે. હાલમાં તરુણો અને યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ અને મેડિકલ ઇમરજન્સીને લઇને ગરબા ગ્રાઉન્ડ પર પ્રાથમિક સારવારની ટીમ પણ તૈનાત રહેશે. એટલું જ નહીં આયોજકો દ્વારા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ સ્ટાફને CPRની તાલીમ પણ અપાઈ રહી છે, જેથી કોઇ પણ ઇમરજન્સીની સ્થિતીમાં કોઇ વ્યક્તિનો જીવ બચાવી શકાય.

Preparations in full swing for the world famous United Way Garba of Vadodara

ઇઝરાયેલમાં પ્રાદેશિક પરિષદના વડાની હમાસના ઉગ્રવાદીઓએ હત્યા કરી હતી. ગાઝા પટ્ટીમાંથી રોકેટની આડશ અને પેલેસ્ટિનિયન જૂથ દ્વારા ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ઘૂસણખોરીએ ઈઝરાયેલમાં આતંકનું દ્રશ્ય રજૂ કર્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હમાસના ઉગ્રવાદીઓ સાથેની લડાઈ દરમિયાન શાર હનેગેવ પ્રાદેશિક પરિષદના વડા ઓફિર લિબસ્ટીનનું મૃત્યુ થયું હતું. એક સ્થાનિક ન્યૂઝ વેબસાઈટે જણાવ્યું હતું કે, ઓફિર જ્યારે ઉગ્રવાદી હુમલા દરમિયાન લડવા માટે બહાર ગયા ત્યારે માર્યા ગયા. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે હુમલા બાદ ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે ગંભીર ભૂલ કરી છે.

An Israeli mayor, killed in a Hamas attack, came out to fight to save the city

શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર સહમતિ સધાઈ હતી. કાઉન્સિલે દાળ પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. તેવી જ રીતે માનવ વપરાશ માટેના દારૂને પણ વસૂલાતમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GST કાઉન્સિલના સભ્ય છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન ટીએસ સિંહ દેવે જણાવ્યું હતું કે ઔદ્યોગિક ઉપયોગ માટે એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને આકર્ષવાનું ચાલુ રાખશે. મળતી માહિતી મુજબ દેવે 52મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે માનવ વપરાશ માટે ENA ને GSTમાંથી મુક્તિ આપવામાં આવશે અને તેની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવશે.

GST Council meeting: GST reduced on jaggery, now not 18% but will be the same, big decision on liquor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. 'વસુધૈવ કુટુંબકમ', 'સર્વે ભવન્તુ સુખિનઃ' અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહેલા ભારતના વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયલની સાથે છીએ.

ચાલુ સપ્તાહમાં સોના ચાંદીની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાના ભાવ હાલ 56,000 નજીક પહોંચી ગયા છે આ ઉપરાંત ચાંદીના ભાવ પણ 70,000 રૂપિયાની નીચે સરકી રહ્યા છે. આ સપ્તાહના વેપાર દરમિયાન ચાંદીની કિંમતમાં 1500 રૂપિયાથી વધુ ઘટાડો નોંધાયો છે તો સોનાની કિંમત પણ 700 રૂપિયા ઘટી છે. આ ઘટાડો દિવાળીના તહેવારો સુધી અકબંધ રહે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

Apart from gold prices, silver prices are falling

એશિયન ગેમ્સ 2023નો 14મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે પહેલી વખત 100 મેડલનો આંકડો પાર કર્યો છે અને અત્યાર સુધી 102 મેડલ જીત્યાં છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે શનિવારે વરસાદથી પ્રભાવિત મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વરસાદને કારણે મેચ રદ થઈ જતા ભારતને વિજેત જાહેર કરાયું અને તેને ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાન કરતા આગળ હોવાથી તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. વરસાદના કારણે ભારતીય ટીમને બેટિંગ કરવાની તક મળી ન હતી. 

Asian Games 2023, Day 14 : India win men's kabaddi Gold after controversial finish

  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ