બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / હવેથી ઓફિસોના ચક્કર નહીં લગાવવા પડે, EPFOનો આ નિયમ જાણી લેજો, તો થશે ફાયદો
Last Updated: 03:02 PM, 21 January 2025
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના એકાઉન્ટ હોલ્ડર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે નોકરી બદલ્યા બાદ EPF એકાઉન્ટને ટ્રાન્સફર કરવા માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. એકાઉન્ટ હોલ્ડર પોતે કંપનીના કોઈપણ હસ્તક્ષેપ વગર EPF ખાતું ટ્રાન્સફર કરી શકે છે. આ સિવાય જો EPFOમાં ડિટેલમાં કોઈ ભૂલ હોય તો તે જાતે પણ સુધારી શકાય છે. તો અત્યારે EPF પેન્શન સુધારા હેઠળ લઘુત્તમ પેન્શન રકમમાં વધારો કરવાને લઈને પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
Making EPFO More User-Friendly!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 19, 2025
The process for member profile updation has been simplified, empowering employees to make corrections themselves.
This significant step enhances transparency, functionality and ease of living for members. pic.twitter.com/cNKJEZ8YyD
EPFOના ઉપયોગની પ્રોસેસને સતત સરળ બનાવવા માટે અનેક સુધારા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી. તેમને કહ્યું હતું કે EPF એકાઉન્ટ હવે કંપનીના કોઈપણ હસ્તક્ષેપ વગર ટ્રાન્સફર કરી શકાશે. આ માટે તેમને પોતે તેનો ક્લેમ કરવો પડશે, પરંતુ આ માટે UANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.
ADVERTISEMENT
EPFOએ PF હોલ્ડર્સને પર્સનલ ડિટેલ અપડેટ કરવાની સુવિધા પણ આપી છે. જો એકાઉન્ટ ખોલાવતી વખતે જન્મ તારીખ, નામ અથવા અન્ય કોઈ ડિટેલ ખોટી ભરવામાં આવી હશે તો તેમાં સુધારા માટે અરજી સબમિટ કરવાની રહેતી હતી. જેમાં ઘણો સમય લાગતો હતો પરંતુ આ નવા ફેરફાર બાદ ખાતાધારકો પોતાની ભૂલો જાતે જ સુધારી શકે છે. તેના માટે તમે ઓનલાઈન આ બદલાવ કરી શકો છો.
દેશભરમાં તેની તમામ રીઝનલ ઓફિસોમાં સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) દાખલ કરવામાં આવી છે. જેનો ફાયદો 68 લાખથી વધુ પેન્શનરોને થશે. જેમાં કોઈપણ લાભાર્થી કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. આ સિવાય પીએફના પૈસા ઉપાડવા માટે ATM કાર્ડ જેવું જ કાર્ડ લાવવાની યોજના છે. તેનાથી ATM મશીનમાંથી પીએફના પૈસા ઉપાડી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.