બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Now there is a demand for caste census in Gujarat too

નિવેદન / બિહારમાં માત્ર 15 ટકા જ સવર્ણ, હવે ગુજરાતમાં પણ જાતિગત વસ્તી ગણતરીની માંગ, કોંગ્રેસે કહ્યું અસમાનતા દૂર કરવા ડેટા ખૂબ જરૂરી

Vishal Khamar

Last Updated: 06:37 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં થયેલ જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. ત્યારે બિહારમાં થયેલ જાતિ આધારીત વસ્તીનાં આંકડાઓમાં બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. જેથી ગુજરાત સરકારે તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જોઈએ.

  • કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ
  • કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનુ નિવેદન
  • મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલે છેઃ અમિત ચાવડા

તાજેતરમાં જ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર કર્યા છે. ત્યારે બિહારમાં થયેલ જાતિ આધારી વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. રાજ્યમાં પછાત વર્ગની કુલ વસ્તી 27.31 કટા છે. જ્યારે અત્યંત પછાત વર્ગનીની વસ્તી 36.01 ટકા. તેમજ સામાન્ય વર્ગની 15.52 ટકા છે.  બિહાર દ્વારા જાહેર કરાયેલ જાતિ આધારિતી વસ્તી ગણતરનીનાં આંકડાને લઈ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. 

કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનુ નિવેદન
આ બાબતે કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલે છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસ્તીનાં આંકડા મળે છે. જેની જેટલી વસ્તીએ મુજબ ભાગીદારી હોવી જોઈએ. ત્યારે 2011 માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસ્તી ગણતરી કરાઈ છે.  જાતિ આધારીત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરી રાજકીય લાભ લેવાયો હતો. જાતિ આધારિત વસ્તી ગણતરીની અનદેખી કરાઈ છે. અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે. 

કોર્ટમાં જવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી ન રોકાઈઃ અમિત ચાવડા
કેટલાક લોકો દ્વારા રાજકીટ એજન્ડા લાભ મુજબ અનામતની જાહેરાત કરાઈ હતી. કર્ણાટક, ઓરીસ્સામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે. કોર્ટમાં જવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી રોકાઈ ન હતી. બિહારમાં વસ્તી ગણતરી બાદ બહાર આવ્યું કે, SC, ST, OBC સમાજની વસ્તીમાં વધારો થયો છે. 

બિન અનામત વર્ગના લોકોને વસ્તી ગણતરી થી ફાયદો થશેઃ અમિત ચાવડા
નોકરી સંસાધનો અને રાજકીય હિસ્સેદારી મળતી નથી. ત્યારે બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે તેવી કોંગ્રેસનો ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ