બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Now Lalit Vasoya's blast, the organization does not believe what the workers are saying

જુથવાદ / હવે લલિત વસોયાનો ધડાકો, કાર્યકરોની વાત સંગઠન માનતુ નથી, પાર્ટીએ કડકાઇથી આગામી ચુંટણી માટે પ્રયાસો કરવા જોઇએ

Priyakant

Last Updated: 01:34 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, કોઇ નારાજગી તો નથી પણ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ

  • કોંગ્રેસમા ફરી આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે
  • પાટણના MLA કિરીટ પટેલ પછી લલિત વસોયાએ મૌન તોડ્યું 
  • કોઇ નારાજગી થી પણ કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ
  • સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓ ભેગા મળીને હાઇકમાન્ડને રુબરુ વાત કરીશુ: લલિત વસોયા

ગુજરાતમાં અનેક વર્ષોથી સત્તાથી દૂર કોંગ્રેસમા ફરી આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે. અમુક પુર્વ ધારાસભ્ય હાઇકમાન્ડ અને સંગઠનની કામગીરીથી નારાજગીનો સુર વ્યકત કરી રહ્યાં છે. આ તરફ હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પછી લલિત વસોયાએ પણ મૌન તોડ્યું હતુ. ધોરાજીના પુર્વ ધારાસભ્ય લલિત વસોયાએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, કોઇ નારાજગી તો નથી પણ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ છે. સંગઠન મજબુત હોવુ જોઇએ જો ન માનતા હોય તો જ વાત ઉપર સુધી પહોચાડવાની વાત આવે છે.

શું કહ્યું પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ? 
VTV ન્યૂઝ સાથે વાતચીતમાં કોંગ્રેસના ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, કોઇ નારાજગી તો નથી પણ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ છે. બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના સિનીયર નેતાઓ ભેગા મળીને હાઇકમાન્ડને રુબરુ વાત કરીશુ. આ સાથે તેમણે ઉમેર્યું કે, આમ પણ લોકસભાની ચુંટણી આવી રહી છે તો આગામી ચુંટણીમા પાર્ટીએ કડકાઇ રીતે પ્રયાસો કરવા જોઇએ. જોકે લલિત વસોયાએ માત્ર મૌન તોડયું હતુ ખુલીને વાત કરવામા થોડો ખચકાટ અનુભવ્યો હતો અને સમય આવ્યે જણાવીશુ તેમ કહ્યું હતુ. તેમની વાત પરથી જાણવા મળ્યું હતુ કે, સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોચતી નથી કે કોઇ સાંભળતુ નથી અને ચુંટણીને લઇ હવે કોંગ્રેસે ગંભીર થવાની જરુર છે. 

નોંધનીય છે કે, ગઇકાલે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ જણાવ્યુ હતુ કે, પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે કે, જે પક્ષ વિરોઘી કામ નથી કરતા તેના પર પગલા લેવામા આવે તે કેવુ ?  મહત્વનું છે કે, કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસના આગેવાનો નારાજ જોવા મળી રહ્યા છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સીનીયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

એક-બે દિવસમાં કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક મળશે
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે. બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

શું કહ્યું કોંગ્રેસના વિરજી ઠુમ્મરે ? 
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાની નારાજગી મામલે હવે વિરજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરે જબાવ્યું હતું કે, મને આવી કોઇ વાતની જાણ નથી મીડિયા થકી જાણ થઇ. આ સાથે તેમણે કહ્યું કે, જો બેઠકમાં સંગઠનની ચર્ચામાં હશે તો જરુરથી જઇશ. વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધીવેશનવમાં મે ઘણી વાતો પાર્ટી બાબતે કરી હતી, બાકી અન્ય જે વાંધા અરજીઓની મે અગાઉ રજૂઆત કરી દીધી છે.   

શું કહ્યું હતું કોંગ્રેસના MLA કિરીટ પટેલે ? 
સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા જે આક્ષેપ કરવા હોય તે કરી શકે. હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહિ કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. ત્યારે અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે. જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહી આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. ત્યારે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે તેઓની સામે પગલા નહી લેવાય તો અમે અમારી રીતે નિર્ણય લઈશું. કિરીટ પટેલની જેમ અન્ય ધારાસભ્યોમાં પણ નારાજગી છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઈ નહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ