રસોઈ ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતો LPG ગેસ સિલિન્ડર હવે 694ને બદલે તમે 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકોને માટે એક શાનદાર ઓફર લાવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 500 રૂપિયાનું કેશબેક આપી રહી છે. તો જાણો કઈ રીતે મળશે ફાયદો.
માત્ર 194માં મળશે એલપીજી સિલિન્ડર
Paytm આપી રહ્યું છે 500 રૂપિયાનું કેશબેક
જલ્દી જ આ રીતે લો ફાયદો
Paytm આપી રહ્યું છે કેશબેકની સુવિધા
મળતી માહિતી અનુસાર Paytm થી LPG સિલિન્ડર બુક કરાવવાથી તમને 500 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આ માટે તમારે એપને ડાઉનલોડ કરવાની રહે છે.
આ રીતે મળશે ફાયદો
કેશબેકનો ફાયદો લેવા માટે સૌ પહેલાં Recharge & Pay Billsના ઓપ્શન પર જાઓ. અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમને ગેસ કંપનીના ઓપ્શન મળશે. પેમેન્ટ કરતાં પહેલાં ઓફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.
પહેલીવાર બુકિંગ કરાવતાં મળશે ફાયદો
ઉલ્લેખનીય છે કે Paytm થી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવતાં 500 રૂપિયાનું કેશબેક મળે છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયા આપવાના રહે છે અને કંપની તમને 500 રૂપિયાનું કેશબેક આપશે. તે તમારા પેટીએમ ખાતામાં પાછા આવશે. એટલે કે તમને સિલિન્ડર 194 રૂપિયામાં પડશે.