બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Now English will be taught from the first standard, Education Minister jitu vaghani made a big announcement
ParthB
Last Updated: 01:40 PM, 6 June 2022
ADVERTISEMENT
ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.જેમાં ધો-1 અને 2માં મૌખિક અને ધો-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.
હાલમાં રાજ્યમાં ધો.5માંથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે
ADVERTISEMENT
પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. જેને લઈને આગામી સત્રથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચા ન રહી જાય. જેમાં ધો-1 અને 2માં મૌખિક અને ધો-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. આ સાથે વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે.
ગુજરાતી સાથે અંગ્રેજી વિષય પણ ફરજિયાત કરાશે
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.