બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Not three-four, 'Sambaledhar' rain forecast in all 26 states, alert in Gujarat-Maharashtra

વરસાદી કહેર / ત્રણ-ચાર નહીં, પૂરા 26 રાજ્યોમાં 'સાંબેલાધાર' વરસાદની આગાહી, ગુજરાત-મહારાષ્ટ્રમાં એલર્ટ

Vishal Khamar

Last Updated: 04:34 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

  • મહારાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદનાં કારણે ખરાબ હાલત
  • હવામાન વિભાગે આજે મુંબઈમાં યલો એલર્ટ જાહેર કર્યું 
  • આજે ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઃ હવામાન વિભાગ

 ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં હવામાનની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત ખરાબ છે, ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની   સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી-એનસીઆર સહિત ૨૬ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આજે   વરસાદનું   ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળો   પર ભારે વરસાદ થવાની સંભાવના  છે.

આઈએમડીએ આજે આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં અલગ અલગ જગ્યા પર વીજળી પડવા અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, તટીય આંધ્રપ્રદેશ અને યનમ, રાયલસીમા, તેલંગાણામાં અલગ અલગ જગ્યા પર ભારે પવન અને વીજળી પડવાની સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબ સાગર પર   ૬પ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે 
આઈએમડીના જણાવ્યા અનુસાર મધ્ય અને આજુબાજુના દક્ષિણ-પશ્ચિમ અરબ સાગર ઉપર ૪પ-પપ કિમી પ્રતિકલાકની સ્પીડથી લઈ ૬પ કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાઈ   શકે છે. પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ અરબ સાગર ઉપર હવાની ગતિ પપ-૬પ કિમી પ્રતિકલાકથી ઘટીને ૭પ કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના તટ, મન્નારની ખાડીમાં ૪૦-૪પ કિમી પ્રતિકલાકથી લઈને પપ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશ તટની સાથે-સાથે હવાની ગતિ ૪પ-પપ કિમી પ્રતિકલાકથી લઈને ૬પ કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી   છે.

ચક્રવાતી સર્ક્યુલેશનની અસર આગામી સમયમાં હવામાન પર પડવાની શક્યતા 
આઈએમડીએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના જણાવ્યા અનુસાર એક નિમ્ન પ્રેશરનું ક્ષેત્ર આંતરિક ઓડિશા અને તેને અડીને આવેલા છત્તીસગઢમાં આકાર લઇ રહ્યું   છે. ચોમાસું એક્ટિવ છે અને તેની પોતાની સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં છે. આગામી બે દિવસ દરમિયાન તે ધીમે ધીમે ઉત્તર તરફ વધવાની સંભાવના છે, સાથે-સાથે એક ચક્રવાતી સર્ક્યુલેશન પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર બનેલું છે. આ તમામ ગતિવિધિઓની અસર આગામી સમયમાં હવામાન પર પડવાની શક્યતા છે. 
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત   છે, મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ સહિતના અન્ય વિસ્તારો વરસાદથી   પ્રભાવિત છે. ખરાબ હવામાનના કારણે ટ્રેનની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ છે. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 
ગઈ કાલે પડેલા ભારે વરસાદના કારણે મુંબઈ અને આસપાસના અનેક વિસ્તારમાં બે-ત્રણ ફૂટ સુધી પાણી ભરાયાં છે ત્યારે હજુ પણ મુંબઈવાસીઓને રાહત નહીં મળતાં હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદના કારણે થાણેમાં આજે તમામ સરકારી શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
તેલંગાણામાં વરસાદી કહેર, એક સપ્તાહમાં આઠ લોકોનાં મોત
તેલંગાણામાં પણ વરસાદનો કહેર   જોવા મળ્યો છે. તેલંગાણામાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ આઠ લોકોનાં મોત થયાં છે. હૈદરાબાદ નજીકના પૂર પ્રભાવિત ગામમાં લોકો ફસાયા હતા, જેમને વાયુસેનાનાં બે હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન   જી. કિશન રેડ્ડીએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે રાજ્યમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિ અંગે ચર્ચા કરી છે. મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે, પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ