જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ઇલિયટ ટ્રુડો જાન્યુઆરી 1971માં ભારતની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા. ભારત અને કેનેડા વચ્ચેના ખરાબ સંબંધો પિયરના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા.
જસ્ટિન ટ્રુડોના પિતા 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા
પિયર ઇલિયટ ટ્રુડોના સમયમાં પણ ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા
1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ કર્યો હતો
ભારત અને કેનેડા વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો પછી જે પ્રકારનો તણાવ અને પરિસ્થિતિ જોવા મળી રહ્યા છે એ એમના પિતા અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન પિયરે ઇલિયટ ટ્રુડોની યાદ અપાવી રહી છે. નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાનો દાવો કર્યા બાદ વિવાદ સર્જાયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પિયરે ઇલિયટ ટ્રુડોના સમયમાં પણ ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા.
In 1982, when India asked Canada for extradition of a Babbar Khalsa terrorist Talwinder Singh Parmar who was wanted in India for killing of police officers, then Canadian PM Pierre Trudeau (father of Justin Trudeau) refused it.
જસ્ટિન ટ્રુડોના પિતા 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા
જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન તરીકે 2018માં ભારત આવ્યા તે પહેલા એમના પિતા જાન્યુઆરી 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા. જણાવી દઈએ કે કેનેડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ અધિકારી ગાર પારડીએ એક પુસ્તકમાં તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. એમને જણાવ્યું છે કે એમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન તેઓ કેવી રીતે પિયર ટ્રુડો તાજમહેલ જોવા ગયા હતા. સાથે જ એવું કહેવાય છે કે ભારત અને કેનેડા વચ્ચેના ખરાબ સંબંધો પિયરના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા. જો કે કહેવાય છે કે મુદ્દો ખાલિસ્તાનનો નહોતો પરંતુ ભારતના પ્રથમ પરમાણુ વિસ્ફોટનો હતો.
સંબંધ બગડવાની શરૂઆત કેવી રીતે થઈ?
થયું એવું કે કેનેડા ડ્યુટેરિયમ યુરેનિયમ (CANDU) રિએક્ટરે પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે યુરેનિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી અને ભારત જેવા દેશોને તેનો ફાયદો થયો. પણ તેણે પ્લુટોનિયમની ઍક્સેસ પણ આપી જેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થાય છે. અમેરિકા અને કેનેડા બંનેએ ભારતને પરમાણુ ઊર્જા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. તેમની મદદથી CIRUS પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યું હતું, જે જુલાઈ 1960 માં કાર્યરત થયું હતું.
He's Ajaib Singh Bagri, a close associate of Talwinder Parmar, He pledged to kiII 50,000 Hindus.
Talwinder Parmar was Khalistani Head of Babbar Khalsa Terr0r Outfit, in 1985 they b0mbed an Air India plane in midair.
1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ કર્યો હતો
કેનેડાના તત્કાલીન વડાપ્રધાન પિયર ટ્રુડોએ કહ્યું હતું કે કાર્યક્રમનો હેતુ શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓનો છે. જો ભારત પરમાણુ શસ્ત્રો બનાવે છે, તો કેનેડા પરમાણુ સહયોગ સમાપ્ત કરશે. 1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ પણ કર્યો હતો. આ માટે CIRUS રિએક્ટરમાંથી પ્લુટોનિયમની મદદ લેવામાં આવી હતી. ભારતે કહ્યું કે આ શાંતિપૂર્ણ હેતુઓ માટે કરવામાં આવ્યું છે પરંતુ પિયર ટ્રુડોની સરકારે ભારતના પરમાણુ કાર્યક્રમમાંથી ટેકો પાછો ખેંચી લીધો.
Canada repeating the same mistake - In 1982 India had urged Canada when @JustinTrudeau's father Pierre Trudeau was PM, to hand over Babbar Khalsa terrorist Talwinder Parmar but Trudeau Sr didnt.
In 1985 Khalistani terrorists placed a bomb inside Air India plane Kanishka.
કેનેડા પર જોરદાર આતંકવાદી હુમલો થયો હતો
આ રીતે કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ શરૂ થયો. જો કે, ખરાબ સંબંધોના કેન્દ્રમાં માત્ર પોખરણ પરીક્ષણ જ નહોતું, પરંતુ ખાલિસ્તાનનો મુદ્દો પણ વિવાદનું હાડકું બની ગયો હતો. વાસ્તવમાં, પિયર ટ્રુડોની સરકાર ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી રહી ન હતી. જેના કારણે કેનેડા પર જોરદાર આતંકવાદી હુમલો થયો, જેમાં 300થી વધુ લોકો માર્યા ગયા. બબ્બર ખાલસાના આતંકવાદી તલવિંદર સિંહ પરમારે ટોરોન્ટોથી લંડન જઈ રહેલા પ્લેનને ઉડાવી દીધું હતું.