બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / North Gujarat Floods: From Farms to Homes Water Only Water, Scary Scenes of Bursting Lakes

મહેર ક્યાંક કહેર / ઉત્તર ગુજરાત જળબંબોળ: ખેતરોથી લઈ ઘર સુધી પાણી જ પાણી, તળાવ ફાટતાં ડરાવી મૂકે તેવા દ્રશ્યો

Vishal Khamar

Last Updated: 05:57 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. કચ્છ તેમજ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • સાબરકાંઠાના છત્રીસાનું તળાવ ફાટ્યું
  • તલોદમાં 9 ઇંચ વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર
  • TDO સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે

સાબરકાંઠાના છત્રીસાનું 60 વીધામાં આવેલું તળાવ ફાટતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. ત્યારે તલોદમાં 9 ઈંચ વરસાદનાં પગલે સર્વત્ર જળબંબાકાર થઈ જવા પામ્યું હતું. ત્યારે તળાવ ફાટતા તળાવનાં પાણી ગામમાં ફરી વળ્યા હતા.  100 થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. તેમજ 40 થી વધારે પશુઓને રેસ્ક્યુ કરી બહાર લવાયા હતા. તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાલ મેળવ્યો હતો. 

સાબરકાંઠાના છત્રીસાનું તળાવ ફાટતા જળબંબાકાર

ભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)

141 તાલુકાઓમાં જામ્યો વરસાદી માહોલ
સ્ટેસ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકાઓમાં પડે વરસાદનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ તલોદ તેમજ ઈડરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.  જ્યારે લુણાવાડામાં પાંચ ઈંચ, વીરપુરમાં પાંચ ઈંચ, તેમજ ધનસુરા તેમજ વિસનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

મોડાસા અને શામળાજી પંથકમાં જામ્યો વરસાદી માહોલ
અરવલ્લી જીલ્લામાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ છવાયો છે. મોડાસા અને શામળાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો ચે. મોડાસાનાં ચાર રસ્તા ડીપ વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે મોડાસાનાં ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ શામળાજીનાં વેણપુર, રંગપુર સહિતનાં પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 

લુણાવાડામાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ
મહિસાગર જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લુણાવાડામાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે વરસાદને લઈ લુણાવાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દરકોલી દરવાતા, હાટડીયા, અસ્થનાં બજાર સહિતનાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

ચોમાસાના 2-3 વરસાદ બાદ પણ ભરાઈ રહ્યાં છે પાણી 
અમદાવાદ મનપા પાસે પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ નથી. અમદાવાદ મનપા રાજ્યની સૌથી ધનાઢ્ય મનપા ગણાય છે. ચોમાસાનાં 2-3 વરસાદ બાદ પણ પાણી ભરાઈ રહ્યા છે. સરદાનગરમાં રોડ પર પાણી ભરાયા હતા. 

વારેણાં અને બોરમઠ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યું
અરવલ્લીનાં બાયડમાં અનરાધાર વરસાદ પડ્યો છે. વારેણાં અને બોરમઠ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરી વળ્યું છે. પાણી ફરી વળતા 5 ગામ સંપર્ક વિહોણા થયા હતા. તંત્ર દ્વારા કોઝવે નજીક ન જવા સૂચના અપાઈ હતી. 

મગફળી બાજરી સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા
બનાસકાંઠા જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે. ત્યારે જીલ્લામાં ખેડૂતોનો મોટું નુકશાન થયું છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેમાં મગફળી, બાજરી, સહિતનાં પાકોમાં પાણી ફરી વળ્યા હતા. મોંઘા બિયારણો લાવી ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કર્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક પાણીમાં નષ્ટ થઈ ગયો હતો. ત્યારે ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવામાં આવે. 

બહુચરાજી વિસ્તારના 20થી વધુ ગામો બન્યા સંપર્ક વિહોણા
મહેસાણાનાં બહુચરાજીમાં વરસાદના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદનાં કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયું હતું. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા હાઈવેનો રસ્તો બંધ થયો હતો. ત્યારે હારીજ- બહુચરાજી હાઈવે બંધ થતાં લોકો અટવાયા હતા. બહુચરાજી વિસ્તારનાં 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
દૂધમંડળીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા 
અરવલ્લીનાં બાયડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે માહોર નદીનાં પાણી દેરોલ ગામમાં ઘૂસ્યા હતા. દૂધ મંડળીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. તેમજ કમ્પ્ટુયર અને વજનકાંટો પાણીમાં ડૂબ્યા હતા.


લુણાવાડા તાલુકાના ચારણ ગામે વૃક્ષ ધરાશાયી 
મહિસાગરનાં ચારણ ગામ ખાતે ખેતરો બેટમાં ફેરવાયા હતા. વરસાદી પાણી ભરાતા ખેતરોમાં પામી ભરાયા હતા.  લુણાવાડા તાલુકાનાં ચારણ ગામે વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત પણ લીધી હતી. સ્થાનિક ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક કામગીરી કરવા સૂચન આપ્યું હતું. 

ઊંઝામાં એક ઈંચ વરસાદમાં જ અંડર પાસ ભરાઈ ગયો
મહેસાણાનાં ઊંઝામાં ભારે વરસાદને પગલે બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે ઊંઝા ગામમાં પ્રવેશવાનાં માર્ગ પર અંડર પાસમાં પણ પાણી ભરાયું હતું. વરસાદ બંધ થતા બસ સ્ટેન્ડમાંથી પાણી ઓસર્યા હતા. જ્યારે અંડર પાસમાં હજુ પણ 13 ફૂટ પાણી ભરાયેલ છે. ત્યારે ઊંઝામાં એક ઈંચ વરસાદમાં જ અંડર પાસ ભરાઈ ગયો હતો. 

લાવેરી નદીમાં પૂર આવતા ગામો સંપર્ક વિહોણા
મહિસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વિરપુર તાલુકાની લાવેરી નદીમાં પૂર આવતા રતનકૂવા, ધવડીયા, મેમદુપૂરા, નવા મુવાડા, જમિયતપુરા સહિતનાં ગામો સંપર્ક વિહોણા થયા હતા. 

નગરપાલિકાએ ખોદેલી પાણીની લાઇન લોકો માટે મુસીબત બની
મહેસાણાનાં ખેરાલુમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વરસાદનાં કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે  હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે નગરપાલિકાએ ખોદેલી પાણીની લાઈન લોકો માટે મુસીબત બની હતા. પાઈપ લાઈન માટે ખાડામાં વ્યવસ્થિત પુરાણ નહી થતા મસમોટા ખાડા પડ્યા હતા. ત્યારે ઠેર ઠેર રોડ સાઈડ પર ખાડા પડી જતા અકસ્માતનો ભય સર્જાયો હતો. લોકો માટે પાણીની પાઈપ લાઈન વરસાદમાં મુસીબત બની હતી. 

ઓસ ઘેડ અને 20 થી વધુ ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં
જુનાગઠ તાલુકાનાં વિસાવદર અન ગીર પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ઓઝત નદીમાં પાણીની આવક થવા પામી હતી. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદનાં કારણે અચાનક જ નદીનું જલસ્તર વધતા ઓસ ઘેડ અને 20 થી વધુ ગામોમાં નદીનાં પાણી ફરી વળ્યા હતા. જેનાં કારણે 20 થી વધુ ગામોનાં જનજીવન પર અસર થવા પામી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ