બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 02:57 PM, 3 January 2024
ADVERTISEMENT
નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી કારણ કે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહી દીધું છે કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી (વધારે ભાવ) હોવાથી આગામી સમયમાં ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે. મીડિયા અહેવાલોને ફગાવતાં પૂરીએ આજે જણાવ્યું હતું કે ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની કોઇ દરખાસ્ત નથી.
India focussed on diversifying oil supply routes: Union Minister Hardeep Singh Puri@HardeepSPuri pic.twitter.com/xmtzGsW5qp
— ET NOW (@ETNOWlive) January 3, 2024
ADVERTISEMENT
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન- હરદીપસિંહ પૂરી
મંત્રીએ કહ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા યોગ્ય નથી. જોકે સમય આવ્યે સરકાર યોગ્ય નિર્ણય લેશે.
કેટલા રુપિયાના ઘટાડોનો હતો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો કરવાની છે. આ પછી હરદીપ પૂરીનો ખુલાસો આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે ભાવ
સરકાર તો ઈન્કાર કરી રહી છે પરંતુ શક્ય છે કે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. લોકસભા ચૂંટણીને હજુ 5 મહિનાની વાર છે તે પહેલા સરકાર લોકોને રાહત આપી શકે છે. જોકે હાલમાં ભાવ ઘટાડાની કોઈ શક્યતા નથી. પેટ્રોલિયમ મંત્રીએ આજે તે સ્પસ્ટ કરી આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT