બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No one talks about the 8th Pay Commission! Modi government announced

સ્પષ્ટતા / 8માં પગાર પંચ મુદ્દે કોઇની વાતોમાં આવતા નહીં! મોદી સરકારે કર્યું એલાન

Priyakant

Last Updated: 01:06 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મું પગાર પંચ લાગુ કરશે?  જાણો શું કહ્યું સરકારે ?

  • ઘણા સમયથી ચાલતી 8મા પગાર પંચની ચર્ચાઓ પર વિરામ 
  • 8માં પગાર પંચ મુદ્દે કોઇની વાતોમાં આવતા નહીં: કેન્દ્ર સરકાર 
  • કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું, આઠમું પગાર પંચ આવવાનું નથી

દેશમાં ઘણા સમયથી 8મા પગાર પંચ માટે ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા રહે છે, પરંતુ તેનો અમલ થશે કે કેમ તે અંગે શંકા હતી. પરંતુ હવે આ મામલે મોદી સરકાર તરફથી એક નવું અપડેટ આવ્યું છે. જેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આઠમું પગાર પંચ આવવાનું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારા માટે 8મું કેન્દ્રીય પગાર પંચ લાવવાનું કહેવામાં આવી રહ્યું છે. 

શું કહ્યું કેન્દ્રીય નાણારાજ્ય મંત્રીએ ? 

કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,  કોઈ દરખાસ્ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું એ વાત સાચી છે કે,  કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. તેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તે આવવાનું નથી.

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, એવું સૂચન કરવામાં આવ્યું છે કે, સમયાંતરે પે મેટ્રિક્સમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે આગામી પગાર પંચની જરૂર નથી. આવી સ્થિતિમાં એક્રોયડ ફોર્મ્યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્ય માણસ માટે જરૂરી વસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.

મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારો ? 

વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો DA (મોંઘવારી ભથ્થું) અને DR (મોંઘવારી રાહત)માં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકાર ડીએ વધારશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ