બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / No fireworks; This is how the government will keep an eye on peanuts when they buy them

મોટો નિર્ણય / કોઈ ગોબાચારી નહિ ચાલે; લાભપાંચમથી મગફળી ખરીદી વેળા સરકાર આ રીતે રાખશે બાજ નજર

Mehul

Last Updated: 11:55 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ થશે ત્યારે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.રાજ્યના 155 APMC કેન્દ્રો પર  મગફળીની ખરીદી થશે

  • લાભ પાંચમથી મગફળી ખરીદી;સરકારનો મોટો નિર્ણય 
  • સરકાર વિડીયોગ્રાફી -CCTV હેઠળ કરશે પ્રક્રિયા 
  • સમગ્ર ખરીદી પ્રક્રિયાનું સુપરવિઝન કરશે અધિકારીઓ 

રાજ્ય સરકારે મગફળી ખરીદીને લઇને મહત્વનો નિર્ણય કરતા  લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ થશે ત્યારે મગફળી ખરીદી માટે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.રાજ્યના 155 APMC કેન્દ્રો પર  મગફળીની ખરીદી થવાની છે ત્યારે સરકારે વિડીયો ગ્રાફી અને CCTVની નિગરાનીમાં આ ખરીદી થાય તેવો નિર્ણય લીધો છે. મગફળી ખરીદી માટે 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાવાશે.જ્યારે કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કરશે.તો એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. 

વિક્રમજનક રજિસ્ટ્રેશન

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થયું હતું. 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 1 લાખ 10 હજાર 243 થી વધુ ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 થી વધુ રજિસ્ટ્રેશન થયા છે. જો સૌથી ઓછા મગફળીના રજીસ્ટ્રેશનની વાત કરીએતો  અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજીસ્ટ્રેશન જ થયું છે. 

ખેડૂતોને મોટી રાહત 

પાછોતરા વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઇ હતી. ખેડૂતોની હરાજી થયેલી 2 હજાર મણ મગફળી પલળી જતાં  ખેડૂતો અને વેપારીઓ સાથે કેટલીક બાબતોને લઇને બોલાચાલી થઇ હતી.અને ખેડૂતોની મગફળીની હરાજી થઇ ગઇ હોવા છતાં વેપારીઓએ મગફળી ન ઉપાડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની માંગણી હતી કે અમારી મગફળી ગઇકાલના ભાવે જ ખરીદી કરવામાં આવે.ત્યારે આ મામલે APMCના પ્રમુખ દિપક માલાણીએ કહ્યું કે વેપારીઓ સાથે વાતચીત કરી છે.અને ખેડૂતોનો તમામ પલળી ગયેલો માલ જૂના  ભાવથી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

આમ જુના ભાવે ખેડૂતોની મગફળી APMC એ ખરીદ કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ