બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Nitish Kumar happy with a big decision of the Centre, in NDA anytime now

રાજનીતિ / કેન્દ્રના એક મોટા નિર્ણયથી ખુશ થઈ ગયા નીતિશ કુમાર, હવે ગમે ત્યારે NDAમાં, આજની ઘટનાથી ચર્ચા

Hiralal

Last Updated: 09:24 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર સીએમ નીતિશ કુમાર ફરી એક વાર પાટલી બદલવાની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણી પહેલા નીતિશ ફરી વાર એનડીએમાં જોડાઈ જાય તેવા સમીકરણો સર્જાયા છે.

  • બિહારમાં નીતિશ કુમાર આરજેડી સાથેનું ગઠબંધન તોડે તેવી શક્યતા
  • સરકારે સમાજસેવી કર્પૂરી ઠાકુરને આપ્યો ભારત રત્નનો એવોર્ડ 
  • નીતિશ અને ભાજપના સંબંધો સુધર્યાં 

લોકસભા ચૂંટણી પહેલા નીતિશ ફરી વાર એનડીએમાં જોડાય તેવા સમીકરણો સર્જાયા છે. હકીકતમાં આજે કેન્દ્ર સરકારે બિહારના સમાજસેવી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. ભારત રત્નના એલાનને જેડીયુએ-એનડીએ સાથે જોડવાનું સમીકરણ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નીતિશના ગઠબંધનના સાથી આરજેડી સાથે સંબંધો વણસી રહ્યાં છે અને તેમનો ભાજપ તરફી ઝૂકાવ વધી રહ્યો છે. આજની ઘટનાએ તેનો સ્પસ્ટ સંકેત આપ્યો છે. 

બિહારના સમાજસેવી કર્પૂરી ઠાકુરને ભારત રત્નનો એવોર્ડ 
કેન્દ્ર સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવાનું એલાન કર્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ભારત રત્ન માટે તેમની પસંદગી થઈ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે અને આ પ્રસંગે સરકારે તેમને દેશના સૌથી મોટા સિવિલિયન એવોર્ડ ભારત રત્નથી નવાજવાનો નિર્ણય કર્યો હતો. આ જાહેરાત બાદ જેડીયુએ મોદી સરકારનો આભાર માન્યો છે. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. હું મારા પરિવાર અને બિહારના 15 કરોડ લોકો વતી સરકારનો આભાર માનું છું.

નીતિશ કુમારે કેન્દ્ર સરકારનો આભાર માન્યો
સીએમ નીતિશ કુમારે સમાજસેવી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવ્યો છે અને કેન્દ્રનો આભાર માન્યો છે. આજે નીતિશ કુમાર રાજ્યપાલને પણ મળ્યાં હતા પરંતુ હવે સમજાયું કે તેઓ કેમ મળ્યાં હતા. 

સરકારે કેમ કરી પસંદગી
કર્પૂરી ઠાકુરે તેમના જીવનકાળમાં પછાત વર્ગોના કલ્યાણ માટે ઘણું કામ કર્યું હતું. આવતીકાલે તેમના જન્મને 100 વર્ષ પુરા થયાં છે. કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો અને તેઓ બે વાર બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જોકે, તેમણે ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કર્યો ન હતો. તેઓ પછાત વર્ગો માટે અનામતનો માર્ગ મોકળો કરવા માટે જાણીતા છે. તેમણે મુંગેરી લાલા આયોગની ભલામણોનો અમલ કર્યો. આ માટે તેમણે પોતાની સરકારનું પણ બલિદાન આપવું પડ્યું હતું. આ ઉપરાંત તેમણે બિહારની શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘણા આમૂલ પરિવર્તનો કર્યા. તેમણે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવાની આવશ્યકતા નાબૂદ કરી હતી. 

દારુબંધી કરનાર કર્પૂરી ઠાકુર જ હતા 
કર્પૂરી ઠાકુર બિહારમાં પહેલીવાર દારૂ પર પ્રતિબંધ લગાવવા માટે પણ જાણીતા છે. તેમની સાદગી પણ દિલ જીતી લેનારી છે. તેઓ પોતાનું બધુ કામ જાતે કરતાં ત્યાં સુધી કે તેઓ જાતે હેન્ડપંપ ચલાવીને પોતાના ખપનું પાણી ખેંચી કાઢતા હતા. બીજા દ્વારા ચલાવવામાં આવેલા હેન્ડપંપનું પાણી તેમણે ક્યારેય પણ પીધું નહોતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ