બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Nimeshbhai Shah Assistant Professor of Ahmedabads LD College committed suicide

અમદાવાદ / 'I QUIT હું જાઉ છું રૂપલ તારું ધ્યાન રાખજે..' સુસાઇડ નોટ લખી LD એન્જિ. કોલેજના પ્રોફેસરનો આપઘાત, અંતિમ બે ઈચ્છાઓ રડાવી મૂકશે

Kishor

Last Updated: 08:20 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એલડી એન્જિનિયર કોલેજમાં ફરજ  બજાવતા નિમેશભાઈ નાનજીભાઈ શાહે હૈયું હચમચાવી મૂકે તેવી સુસાઇડ નોટ લખી જીવતરનો અંત આણી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે.

  • અમદાવાદની એલડી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરનો આપઘાત
  • ઘટનાસ્થળેથી કરુણ સુસાઇડ નોટ મળી આવી
  • સુસાઇડ નોટમાં પત્નીની માફી માંગી વ્યક્ત કરી બે ઈચ્છા

અમદાવાદની એલડી એન્જિનિયર કોલેજના વિદ્યુત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમેશભાઈ નાનજીભાઈ શાહે આજે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. આ મામલે જાણ થતા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઘટનાસ્થળેથી એક કરુણ સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કામના ભારણને લઈને અંતિમ પગલું ભરી લીધાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં વધુમાં એક ઇચ્છા વ્યક્ત કરી કહ્યું કે મારા અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરતા મારા પુત્રને બોલાવતા નહિ, મારો મિત્ર અંતિમ સંસ્કાર કરશે! તેવું પણ જણાવાયું છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું.  જે મામલે જાણ થતા તેમના પરિવારજનો દોડી ગયા હતા. દરવાજો તોડી જોતા નિમેશભાઈની લટકતી લાશ મળી હતી. જેને લઈને પરિજનો આવાચક થઈ ગયા હતા. બાદમાં પોલીસે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં તપાસ હાથ ધરતા પોલીસે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આપઘાત પાછળના કારણનો પણ ઉલ્લેખ કરાયો છે. 

નિમેષ શાહના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટ

કામના લોડથી કંટાળી ભરી લીધી અંતિમ પગલું

સુસાઇડ નોટમાં જણાવ્યું કે કોલેજમાં કામનું ભારણ ખૂબ વધુ હોવાથી તંગ આવી ગયો છું. કોલેજના ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ મને સોંપવામાં આવ્યું છે. જે બને કામમાં મોટાપાયે લોડ રહે છે જેથી કંટાળી જઇ મારા અંતિમ પગલું ભરી લેવા પાછળનું કારણ આ જ છે. એટલું જ નહીં સુસાઈડ નોટમાં આખરી ઈચ્છા પણ વ્યક્ત કરી કહ્યું કે મારા અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરતા પુત્ર અક્ષતને હાથે કરવાને બદલે અગ્નિસંસ્કાર પોતાના મિત્ર ઉમેશ મકવાણા તથા તેના કુંટુબી ભાઈ પીયૂષ રાઠોડ કરે તેવી ઇચ્છા જણાવાય છે. જેનો પુત્ર હાલ કેનેડાથી રવાના થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


પત્નીને કહ્યા આ કરુણ શબ્દો

મહત્વનું છે કે નિમેષભાઈ શાહના પત્નીનું નામ રૂપલબેન છે જે વ્યારાની પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. તાજેતરમાં તેઓની અમદાવાદ ખાતે બદલી થતા આજે તેઓ ચાર્જ છોડવા વ્યારા જવા નીકળ્યા હતા. ઉપરાંત નિમેષભાઈને અક્ષત નામનો એક જ પુત્ર છે. જે કેનેડામાં અભ્યાસ કરે છે. ઉપરાંત સુસાઈટ નોટમાં પત્ની માટે હૈયું હચમચાવી નાખે તેવા કરુણ શબ્દો લખ્યા હતા. જેમાં 'રૂપલ મને માફ કરજે, તને એકલી છોડીને જાઉં છું. અક્ષતને સાચવજે' તેવા ગમગીની ભર્યા શબ્દોનો પણ ઉલ્લેખ કરતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે સુસાઇડ નોટ કબજે કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ