બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nia raid on gangster terror network in delhi ncr up haryana rajasthan punjab

BIG BREAKING / ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ પર NIAની તવાઇ, પંજાબ-હરિયાણા સહિત એકસાથે 51 સ્થળોએ તાબડતોબ દરોડા

Arohi

Last Updated: 09:24 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIA Raid Updates: છેલ્લા થોડા મહિનાઓમાં ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સની વચ્ચે સંબંધોની જાણકારી સામે આવી છે. તેના બાદથી જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એલર્ટ મોડમાં છે.

  • ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ પર NIAની તવાઇ 
  • દેશના 51 સ્થળોએ એકસાથે દરોડા 
  • NIA એલર્ટ મોડમાં 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર ટેરર નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત છ રાજ્યોમાં એક સાથે રેડ મારવામાં આવી રહી છે. NIA કુલ મળીને 51 સ્થળોએ પર રેડ કરી રહી છે. 

પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં છુપાઈને બેઠેલા ગેંગસ્ટર્સનો સંબંધ ખાલિસ્તાની આતંકીઓ સાથે હોવાના પુરાવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ દ્વારા જ ગેંગસ્ટર્સને હથિયાર મળતા રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેને ધ્યાનમાં રાખતા જ રેડ થઈ રહી છે. 

રાજ્યોમાં 51 સ્થાનો પર છાપેમારી 
NIAએ જણાવ્યું છે કે આ 6 રાજ્યોમાં 3 કેસમાં લૉરેન્સ બંબીહા અને અર્શ હલ્લા ગ્રુપના સહયોગિયો સાથે સંબંધિત 51 સ્થાનો પર છાપેમારી કરી રહી છે. પંજાબના ભઠિંડા અને મોગામાં NIAની ટીમ હાજર છે. 

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદથી જ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ ચર્ચામાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે લૉરેન્સ બિશ્નોઈ ગેંગને ટક્કર આપવા માટે બંબીહા ગેંગે પાકિસ્તાનની મદદ પણ લીધી હતી. અર્શ ડલ્લા વિદેશમાં છુપાઈને બેઠો છે અને ત્યાંથી પોતાની ગુનાખોર પ્રવૃત્તિ કરે છે., 

આ રાજ્યોમાં એન્ટીવ થયા ગેંગસ્ટર્સ 
પાછલા થોડા મહિનાઓમાં પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં ગેંગસ્ટર્સ એક્ટિવ થઈ રહ્યા છે. આ ગેંગસ્ટર્સને પોતાના કામોને અંજામ આપવા માટે પૈસાની જરૂર પડી રહી છે. જે પડોસી દેશ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને ખાલિસ્તાની આતંકીઓ દ્વારા પુરા પડવામાં આવી રહ્યા છે. તેના ઉપરાંત ઘણા એવા ગેંગસ્ટર્સ છે જેમને હથિયારોની જરૂર છે. આ જરૂરીયાતોને પુરી કરવા માટે ખાલિસ્તાની આતંકીઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. NIAને ખબર છે કે આતંકીઓ અને ગેંગસ્ટર્સ દેશ માટે ખતરો બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ