બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / nia charges 9 al qaeda operatives from bengal kerala who were planning attacks on kafirs

કમરતોડ ફટકો / અલકાયદાના 11 આતંકીઓ સામે NIAની મોટી કાર્યવાહી, 'કાફીર' પર હુમલાનું રચ્યું હતું ષડયંત્ર

Hiralal

Last Updated: 06:13 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઈએ) એ પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી આતંકી સંગઠન અલ કાયદાના મોડ્યુઅલના 11 સભ્યોની સામે કેસ દાખલ કરીને ચાર્જશીટ ફાઈલ કરી છે.

  • 11 સભ્યોની સામે કેસ દાખલ કરીને ચાર્જશીટ ફાઈલ થઈ
  • મુર્શીદ હસનની આગેવાનીમાં અલકાયદાના મોડ્યુઅલ કામ કરી રહ્યા છે
  • 11 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે

પશ્ચિમ બંગાળ અને કેરળમાં આતંકી સભ્ય મુર્શીદ હસનની આગેવાનીમાં અલકાયદાના મોડ્યુઅલ કામ કરી રહ્યા હોવાની બાતમીને આધારે એનઆઈએ 11 સભ્યોની સામે કેસ દાખલ કર્યો છે. 

અલકાયદાના આ 11 સભ્યો દેશના વિવિધ ભાગોમાં આતંકી હુમલાઓ કરવાનું આગળ પડતું ષડયંત્ર રચી રહ્યાં છે. કેરળ અને પશ્ચિમ બંગાળના ગત વર્ષના દરોડામાં 9 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા બે એમ કુલ 11 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. 

એનઆઈએની તપાસમાં મુર્શીદ હસન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સ્થિત અલકાયદાના આકાઓ સાથે સંપર્કમાં હોવાનો તથા સોશિયલ મીડિયા દ્વારા તેમની પાસેથી કટ્ટરવાદી સામગ્રી મેળવતો હોવાનો ખુલાસો થયો હતો. મુર્શીદ તેના બીજા સભ્યો સાથે મળીને લોકોની અલકાયદામાં ભરતી કરતો હતો. તેમણે બધાએ ભેગા થઈને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી સામગ્રીનો પ્રચાર કરતા હતા. તથા ભારતમાં જેહાદને ઉગ્ર બનાવીને ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું કાવતરુ રચી રહ્યાં હતા. 

એનઆઈએની તપાસમાં એવું પણ બહાર આવ્યું કે ગ્રુપના સભ્યો જેમને પણ કાફીર ગણતા હતા તેમની પર આતંકી હુમલાઓ કરવાની પેરવીમાં હતા. ગ્રુપના સભ્યોએ હથિયારો, દારુગોળો, વિસ્ફોટક સામગ્રીની ખરીદી માટે પૈસા ભેગા કરવા માટે બેઠકો પણ યોજતા હતા તથા યુવાનોની ભરતી કરતા હતા. આરોપીઓ તેમના વિદેશમાં બેઠેલા આકાઓ દ્વારા શસ્ત્રોના ડીલરો સાથે પણ સતત સંપર્કમાં રહેતા હતા અને તેઓ નવી દિલ્હીમા અત્યાધુનિક શસ્ત્રોનો જથ્થો સ્વીકારવાની તૈયારી કરી રહ્યાં હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ