બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Next 24 hours 'heavy' for Porbandar due to Biporjoy: People urged to be cautious

Biparjoy Update / બિપોરજોયના કારણે પોરબંદર માટે આગામી 24 કલાક 'ભારે': બજારો બંધ, ટીમો સ્ટેન્ડબાય, લોકોને સાવચેત રહેવા અપીલ

Priyakant

Last Updated: 12:24 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy In Porbandar News: આગામી 24 કલાક પોરબંદર માટે ભારે  ભારે પવન સાથે ભારે વરસાદ થવાની શકયતા, પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ લોકોને કરી આ અપીલ

  • ગુજરાત પર બિપોરજોયનો ખતરો
  • પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન
  • આગામી 24 કલાક પોરબંદર માટે ભારે

બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ વચ્ચે હવે પોરબંદરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાવાઝોડાને લઈ પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 24 કલાક પોરબંદર માટે ભારે છે. આ સાથે ઉમેર્યું કે, પોરબંદરમાં ભારે પવન સાથે ભારે વરસાદ થવાની શકયતા છે. 

પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ બિપોરજોય વાવાઝોડાને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. પોરબંદરમાં SDRF અને NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, વાવાઝોડાના સમયે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવાની જરૂર છે. 

પોરબંદરના દરિયાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
બિપોરજોય વાવાઝોડાને લઈ પોરબંદરના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્દ્રેશવર મહાદેવના મંદિર નજીક 40 ફૂટ ઉંચા મોઝાઉછળ્યા હતા. મહત્વનું છે કે, હાલ પોરબંદરમાં અંદાજે 60 કી મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ ભારે પવનના કારણે દરિયા કિનારે ઉભું રહેવું મુશ્કેલ બન્યું છે. વાવાઝોડાને લઇ વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. આ સાથે તમામ લોકોને સાવચેત અને સલામત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. 

વાવઝોડાને પગલે તંત્ર એક્શન મોડમાં, બજારો સ્વયંભૂ બંધ 
પ્રભારી સચિવ, કેન્દ્ર કક્ષાના મંત્રી, સંસદ સહિતના લોકોએ પોરબંદરમાં કેમ્પ કર્યો છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક પોરબંદર માટે ભારે છે. આ તરફ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. આ સાથે તમામ ટિમો સ્ટેન્ડબાય રખાઇ છે. દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. આ સાથે શહેરની બજારો સ્વયંભૂ બંધ રહી છે.

વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

કચ્છમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

મહેસાણા અને ગાંધીનગરમાં પણ ફૂંકાઈ શકે છે ભારે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  ખેડા, મહેસાણા, મહિસાગરમાં 50 કિમીની ઝડપે, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.

વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સતર્ક
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક છે. આ દરમિયાન હવે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ST બસ સેવા પણ બંધ કરાઈ છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. કચ્છમાં NDRFની 6 ટીમ તૈનાત કરાઈ તો ઉર્જા વિભાગની 597 ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લંગારવામાં આવ્યા છે. આ સાથે 450 હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સજ્જ રખાયો છે તો 167 JCB, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ સજ્જ છે. મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનીટરીંગ 
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ