બનાસકાંઠાના અધિકારીઓ કામકાજમાં કેટલા ગંભીર છે તેનો આજે એક પુરાવો સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી એક મીટીંગમાં બેઠા હતા. મીટીંગમાં વાતો તો વિકાસની ચાલતી હતી પરંતુ વિકાસ અધિકારીને વિકાસના કામોની જગ્યાએ સુંદરીઓના ફોટોગ્રાફ્સ જોવાનું વધારે અગત્યનું લાગતુ હતુ. તેઓ ફેસબુક અને વ્હોટ્સએપ પર યુવતીઓના ફોટોગ્રાફ્સ જોવામાં વ્યસ્ત હતા. તેમને એમ કે આ વાતની કોણે ખબર પડવાની છે. પણ કોઈ શાતીર વ્યક્તિએ તેમની આ કરતૂતને કેમેરામાં કેદ કરી લીધી. અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.