ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-24994

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સરકારી નોકરી સૌને વ્હાલી હોય છે અને ઘણીવાર પાછલા બારણે સરકારી નોકરી મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવા પણ પાછી પાણી કરતા નથી. જો કે આવા કિસ્સાઓમાં લોકો મોટે ભાગે છેતરામણીના ભોગ બનતા હોય છે. આવું જ કઈક બન્યું છે સાણંદની યુવતી સાથે પી.એસ.આઈ. બનાવવાની લાલચ આપી એક યુવકે રૂ.27 લાખ પડાવ્યા હતા. જયારે યુવતી પોલીસની વર્દી લેવા પહોચી ત્યારે તેને ના મળી નોકરી ના મળી વર્દી કે ના મળ્યા પૈસા મળ્યો તો માત્ર ઢોર માર. 
 
મૂળ સાણંદની ભાવના મહેતા નામની યુવતીએ ૨૦૧૩ના વર્ષના ઓક્ટોબર મહિનામાં પી.એસ.આઈ. બનવા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. અને ફેબ્રુઆરી ૨૦૧૪ દરમ્યાન રાજકોટમાં દોડની પરીક્ષા હતી. જો કે ભાવના મહેતા દોડની પરીક્ષામાં ફેઈલ થતા પ્રવીણ સેન નામના યુવકે તેણે પી.એસ.આઈ.ની નોકરી અપાવવાની ખાતરી આપી. અને તેના વિશ્વાસમાં આવીને ભાવના મહેતાએ પ્રવીણને રૂ.27 લાખ આપ્યા. એટલું જ નહિ છ માસ પહેલા પ્રવીણે ભાવના મહેતાના નામનું ગુજરાત પોલીસ અને બેચ નંબર લખેલું એક નકલી આઈ કાર્ડ બનાવીને આપી દીધું. તો વળી ૬ ફેબ્રુઆરીએ ભાવના મહેતાને પ્રવીણે પોલીસની વર્દી બંદુક સ્ટાર અને બેલ્ટ લેવા તેના કડી તાલુકામાં આવેલ સેદરડી ગામે આવેલ ઘરે બોલાવેલ. જો કે પ્રવીણના ઘરે પહોચેલ ભાવનાએ વર્દી માંગતા માર મળ્યો હતો. અને પૈસા પરત માંગતા સમગ્ર પરિવાર ભાવના મહેતા પર તૂટી પડ્યું હતું.

સાણંદની ભાવના મહેતા નામની યુવતી અને તેની માતાને પણ અરમાનો હતા કે તે પોલીસની નોકરી કરશે. અને આ નોકરી માટે ભાવના મહેતાના પરિવારે દાગીના વેચીને રૂ.27 લાખ આ પ્રવીણ સેનમાને આપ્યા હતા. અને છેક સાણંદથી સેદરડી ગામે પ્રવીણના ઘરે પી.એસ.આઈ.ની વર્દી લેવા પહોચેલ ભાવના મહેતાને માર મળતા છેતરાયાનો અહેસાસ થયો. જેથી ભાવના મહેસાણા પોલીસના શરણે પહોંચીને પ્રવીણ રામભાઈ સેનમાં પ્રવીણની માતા પ્રવીણની બેન ભુરીબેન અને પ્રવીણનો ભાઈ ગૌતમ સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
 
સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા સરકાર દ્વારા ઓનલાઈન ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અને ઓનલાઈન ભરતીમાં ગેરરીતી કરવી લગભગ અશક્ય હોય છે. જેથી કોઈ દ્વારા આ પ્રકારે નોકરીની લાલચ આપવા જેવી બાબત બને ત્યારે સૌ પહેલા પોલીસનો સંપર્ક કરવો જ વધુ હિતાવહ રહે છે. ત્યારે સાણંદની ભાવના મહેતાએ હવે પોલીસ ફરિયાદ કરીને નોકરીની લાલચે ગુમાવેલા રૂપિયા 27 લાખ પરત મેળવવા આશા સેવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ