વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામે 10 વર્ષની બાળકી પર કોઈ નરાધમે દુષ્કર્મ આચરતા ચોકારી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને પીએચસીમાં લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે પાદરા પોલીસ સગીરાને સયાજી હોસ્પિટલમાં લઇ ગઈ હતી.
વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે કોઈ નરાધમે દુષ્કર્મ આચરીને છોડી દીધી હતી અને સવારે પાડોશીઓએ તેને લોહી નિંકળતી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. શ્રમજીવી પરિવાર મૂક બધિર હોવાને કારણે તેઓ આ બાબતે કંઇજ કહી શકતા ન હતા. તેથી પાડોશીએ આ બાબતે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા તેને શારીરિક તપાસ માટે તેમજ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બનાવ વિષેની માહિતી સગીરાના પાડોશીએ આપી હતી.
પાદરા પોલીસે સગીરા સાથે થયેલ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધીને તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા ને બનાવ સંદર્ભે તપાસ આદરી હતી. જોકે સગીરાના માતા પિતા મુકબધીર છે અને સગીરા પણ સ્પષ્ટ બોલી શકતી ન હોવાથી પોલીસ પણ અવઢવમાં પડી હતી. બનાવને લઈને પાદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે અને હાલ તો બાળકીને સયાજી હોસ્પિટલમાં તપાસ કરીને સારવાર આપવાની કાર્યવાહી ચાલી રહી છે.