સુરેન્દ્રનગર શહેરમાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શંકરભાઇ વેગડ પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા હતા. તે દરમિયાન મૂળ થાન તાલુકાના અમરાપરના રામભાઈ લાબડીયા નામના ભરવાડ શખ્સે સ્ટેજ પર આવી સાંસદને લાફા ઝીકી નાશી છૂટ્યો હતો. ત્યારે આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ પોતે ફરિયાદી બની. ફરાર આરોપી રામભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે પૂરછપરછ દરમિયાન આરોપી રામભાઈ ભરવાડે જેલના સિનિયર ક્લાર્ક રોહિતસિંહ પરમાર સાથે બોલાચાલી કરી તેમના પર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે ઈજાગ્રસ્ત સિનિયર ક્લાર્કને સારવાર અર્થે હોસ્પિટલએ ખસેડવામા આવ્યો હતો. જયારે આરોપી રામભાઈને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર ખાતે થોડા દિવસો પહેલા ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં રાજ્ય સભાના સાંસદ અને કોળી સમાજના આગેવાન શંકરભાઇ વેગડ સાથે માથાભારે શખ્સે જાહેરમાં અપમાન કરી લાફા ઝીકવાનો બનાવ બન્યો હતો. જેનો સમસ્ત કોળી સમાજએ વિરોધ કરી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું.