આજે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે સુરતીલાલાઓ પ્રથમ વરસાદની મજા લેવા માટે બહાર નીકળ્યા હતા. પરંતું વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ચીંકણાં બનતા ઘણા લોકોના વાહનો લપસ્યા હતા. જ્યારે વરાછા ફ્યાય ઓવર બ્રિજ પર અંદાજે 15થી વધુ વાહનો લપસ્યા હતા. તો બીજી તરફ વરસાદ વચ્ચે ભારે ઝાપટાંથી અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વરાછા અડાજણ ઉધના સહિતના વિસ્તારોમાં નીચાણવાળી જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાયા હતાં.
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સુરતીલાલાઓમાં ખુશીની લહેર
વરાછા ફલાય ઓવર બ્રિજ પર ટુ વ્હીલર લપસ્યાં
વરસાદ પડતા રસ્તો ચીકણોં બનતા બાઇકો સ્લીપ થઇ
15થી વધુ બાઇક ચાલકો લપસ્યાં
છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનો છેલ્લા બે દિવસથી ગોરંભાયેલા વાતાવરણમાં વરસાદનો ઈંતેજાર પુરો કરાવતાં મેઘરાજાની ધડાકાભેર એન્ટ્રી થઈ છે. આજે બપોરના સમયે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર શરૂ થયેલો વરસાદ વચ્ચે ભારે ઝાપટાંથી અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તો પ્રથમ વરસાદનો આનંદ લૂંટવા શહેરીજનો ખુલ્લામાં દોડી આવી પ્રથમ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી.
શહેરમાં બે દિવસથી ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ભારે ગરમીથી ત્રાહીમામ થયેલા લોકોએ પ્રથમ વરસાદમાં મજા લેવાની સાથે સાથે ઉનાળા દરમિયાન ચીકાશયુત થયેલા રસ્તાઓ પર વાહનચાલકો પટકાયા પણ હતાં. વરાછા અડાજણ ઉધના સહિતના વિસ્તારોમાં નીચાણવાળી જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાયા હતાં.
વલસાડ
રાજ્યમાં મેઘરાજાની પધરામણી દક્ષિણ ગુજરાતથી થઇ છે. વલસાડ જિલ્લામાં પણ સતત બીજા દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને મેઘમહેર થઇ હતી. સવારથી જિલ્લાના તમામ વિસ્તારોમાં કાચું સોનું વરસ્યું હતું. જિલ્લામાં વરસાદની પધરામણીથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આજે પડેલા વરસાદથી ગરમી અને બાફથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોએ રાહત અનુભવી હતી.
જુનાગઢ
વરસાદી વાતાવરણની સાથે જ આ તરફ જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં ધામાધારે વરસાદનું સવારથી આગમન થઇ ગયું છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.