ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25019

NULL / આવક કરતા 800 ગણી વધુ સંપત્તિ મામલે ASI પ્રકાશ પાટીલે કર્યું સરેન્ડર ધરપકડ ટાળવા

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સુરત જિલ્લામાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ ASI પ્રકાશ પાટીલ બારડોલી સેસન્સ કોર્ટમાં હાજર થયા હતા. ASI પ્રકાશ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ મામલે કડોદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. જિલ્લા પોલીસની તપાસ બાદ 800 ગણી વધુ સંપત્તિ બહાર આવી હતી.

સુરત જિલ્લા LCBમાં ઘણા સમયથી કરોડપતિ ASI પ્રકાશ રઘુનાથ પાટીલનું નામ મોખરે રહ્યું હતું. જેની સંપત્તિની ચકાસણી કરતા 40.55 લાખની આવક કરતા વધુ સંપત્તિ મળી 8૦૦ ગણી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે ભ્રષ્ટાચાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ કડોદરા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. જેથી ધરપકડ ટાળવા પ્રકાશ પાટીલે બારડોલી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને બારડોલી નામદાર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેથી ઘાણા દિવસથી પ્રકાશ પાટીલ ધરપકડ ટાળવા ભાગતો ફરતો હતો. તેમજ અનેકવાર તપાસમાં અધિકારીઓએ સહકાર નહિ આપ્યાનું બહાર આવતા પ્રકાશ પાટીલ વિરુદ્ધ CRPCની કલમ ૭૦ મુજબ વોરન્ટ જાહેર કરી દેવાયું હતું. બાદમાં પ્રકાશ પાટીલ દ્વારા હાઈકોર્ટમાં મુકેલ જામીન અરજી પરત ખેંચી આજે બારડોલી સેસન્સ કોર્ટમાં હાજર થયો હતો.

સમગ્ર મામલે તપાસ કરનાર અમલદાર દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી. અને તપાસ માટે સહકાર માંગ્યો હતો પણ પ્રકાશ પાટીલ દ્વારા સહકાર નહિ અપાયાની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી હતી. હાલ પ્રકાશ પાટીલને બારડોલી નામદાર કોર્ટ દ્વારા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. તેમજ ગુરુવારના રોજ સમગ્ર મામલે તપાસ કરનાર અધિકારીને પણ બારડોલી કોર્ટ દ્વારા બોલાવાયા છે. તેમજ વધુ પૂછપરછ માટે કસ્ટડી મેળવવા પણ અધિકારી કોર્ટ સમક્ષ માંગ કરી શકે છે.


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ