બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / newborn pushpa style main jhukega nahi video goes viral

ગજબ / VIDEO: નવજાત બાળકનો 'Pushpa' સ્વેગ જોઈને ફિદા થઈ જશો, જન્મ લેતાની સાથે કર્યો સિગ્નેચર સ્ટેપ

Arohi

Last Updated: 04:59 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવજાત બાળકનો આ ક્યુટ વીડિયો જોઈને તમે ચોંકી ઉઠશો. વાયરલ વીડિયોમાં તે ફિલ્મ પુષ્પાનું સિગ્નેચર સ્ટેપ કરી રહ્યું છે.

  • વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
  • પુષ્પાનું સ્ટેપ કરતું જોવા મળ્યું નવજાત 
  • વીડિયો જોઈને લાગશે નવાઈ 

હાલ સોશિયલ મીડિયા પર એક નવજાત શિશુનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને ‘પુષ્પા’નો ફેમસ ડાયલોગ ‘મૈં ઝુકેગા નહીં’ યાદ આવશે. વાસ્તવમાં જન્મ પછી આ બાળક અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ સાથે બરાબર મેળ ખાતી કોઈ હરકત કરતા કેમેરામાં કેદ થયું છે. નવજાતનો આ સ્વેગ જોઈને હવે સોશિયલ મીડિયા યુઝર્સ તેના ફેન બની ગયા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

‘મેં ઝુકેગા નહીં’
વાયરલ થયેલી થોડી સેકન્ડની આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે, નવજાત શિશુ કપડામાં લપેટાયેલું છે. બીજી જ ક્ષણે તે કંઈક એવું કરે છે જે તમને પુષ્પાની ફિલ્મની યાદ અપાવશે. વીડિયોમાં તમે નવજાતને અલ્લુ અર્જુનના સિગ્નેચર સ્ટેપ કરતા જોઈ શકો છો. ક્લિપના બેકગ્રાઉન્ડમાં તમે પુષ્પાનો લોકપ્રિય ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ સાંભળી શકો છો.

ઈન્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો 
નવજાત શિશુનો આ સુંદર નાનકડો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો તેને વિવિધ પ્લેટફોર્મ પર વધુને વધુ શેયર કરી રહ્યા છે. વીડિયો જોયા પછી લોકો તેના પર કમેન્ટ્સ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ