બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / New variant of Corona raises tension: Is it time to wear masks again

એલર્ટ / કોરોનાના નવા વેરિયન્ટે વધાર્યું ટેન્શન: શું ફરી માસ્ક લગાવવાનો સમય આવી ગયો છે? જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ

Megha

Last Updated: 09:00 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સબવેરિયન્ટ JN.1ને કારણે કોરોના કેસમાં વધારો થયો છે. જો કે એક્સપર્ટસનું કહેવું એમ છે કે આને કોરોનાની નવી વેવ કે લહેર કહેતા પહેલા હજુ થોડા દિવસોની વધુ રાહ જોવી જોઇએ.

  • WHOએ નોટિફિકેશન પાછી ખેંચ્યાના 7 મહિના પછી ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું 
  • કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું
  • વધતાં કેસોને કોરોનાની નવી લહેર કહેતા પહેલા થોડા દિવસોની વધુ રાહ જોવી જોઇએ

વર્લ્ડ હેલ્થ ઓર્ગનઝેશન એટલે કે WHOએ કોરોના માટેની જાહેર આરોગ્ય ઈમરજન્સી નોટિફિકેશન પાછી ખેંચ્યાના લગભગ 7 મહિના પછી આ વાયરસે ફરી એક વખત ટેન્શન વધાર્યું છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાએ આખી દુનિયામાં ફરી માથું ઊંચક્યું છે, જેની પાછળનું કારણ એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટ નવા સબવેરિયન્ટ JN.1માં રૂપાંતરિત થયું છે. 

Corona outbreak again in Gujarat: In big cities, the system has issued an advisory, these instructions have been given along...

નવા સબવેરિયન્ટ JN.1ને કારણે કોરોના કેસમાં વધારો થયો છે. જો કે એક્સપર્ટસનું કહેવું એમ છે કે આ કેસના વધારાને કોરોનાની નવી વેવ કે લહેર કહેતા પહેલા હજુ થોડા દિવસોની વધુ રાહ જોવી જોઇએ. અને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સાથે જ એમનું એમ પણ કહેવું છે કે WHO દ્વારા જાહેર કરાયેલ 'વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' લિસ્ટ કદાચ અંતિમ ન હોય.

એક રિપોર્ટ અનુસાર WHOના પૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું છે કે, ' આમોસમી ફ્લૂ જેવા કે ઈન્ફલ્યુએન્ઝા A (H1N1 અને H3N2), એડેનોવાઈરસ, રાઈનોવાઈરસ અને રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસથી થતા શ્વસન ચેપ, ઋતુ પરિવર્તનને લગતી બિમારીઓ હોય શકે છે જે કોવિડ-19 લક્ષણો સમાન છે. 

Corona spread again in 11 states of India including Gujarat: new variant found in all samples, 93 percent patients is not...

તેમણે વધુમાં કહ્યું કે 'લક્ષણો સાથે દરેકની તપાસ કરવી શક્ય નથી. આપણે ગંભીર શ્વસન ચેપ અથવા ન્યુમોનિયાથી પીડિત હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની તપાસ કરવી જોઈએ. સાથે આ ગંદા પાણીને કારણે પણ થઈ શકે છે. એમને જણાવ્યું કે ઘણા દેશોમાં ફેલાતા વિવિધ ચેપને શોધવા અને તેની જાણ કરવા માટે ગંદા પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.

શું માસ્ક પહેરવું જોઈએ?
નિષ્ણાતોનું કહેવું છે કે'લગ્ન હોલ, ટ્રેન અને બસો જેવી બંધ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું એ સારો વિચાર છે. માસ્ક પહેરવાથી કોવિડ સહિત અનેક રોગોને અટકાવી શકાય છે, પરંતુ હાલ માસ્ક ફરજિયાત બનાવવાની જરૂર નથી. વૃદ્ધ લોકો, સગર્ભા સ્ત્રીઓ અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ