બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / new rules from 1 august will be changed from monday

તમારા કામનું / 1 ઓગસ્ટથી બદલાઈ જશે બેન્ક સાથે જોડાયેલા મહત્વના નિયમો! છેલ્લા સમયે મુશ્કેલી ન જોઈતી હોય તો આજે જ પતાવી લો જરૂરી કામ

Arohi

Last Updated: 11:32 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટના આગમન સાથે જ બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા નિયમો અને બેંક-એટીએમ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

  • 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો 
  • બેન્ક અને એટીએમ સંબંધી નિયમોમાં થશે ફેરફાર 
  • જાણો શું છે અપડેટ 

સોમવારથી ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટના આગમન સાથે બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ઘણા નિયમો અને બેંક-એટીએમ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારને કારણે તમને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે અને તમારા ખિસ્સા પર સીધી અસર થઈ શકે છે. 

બેંક ઓફ બરોડામાં 1 ઓગસ્ટથી બદલાશે આ નિયમો 
ચેક ક્લિયરન્સ અંગે આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને, બેંક ઓફ બરોડાએ તેના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે 1 ઓગસ્ટથી 5 લાખ કે તેથી વધુ રકમના ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનશે. તે સિવાય ચેક પેમેન્ટ નહીં કરી શકાય. 

શું છે પોઝિટિવ પે સિસ્ટમ? 
દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ ફ્રોડને રોકવા માટે વર્ષ 2020માં ચેક માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ, ચેક દ્વારા 50,000 રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક મુખ્ય માહિતીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા ચેકની માહિતી મેસેજ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા આપી શકાય છે. ચેકની ચુકવણી કરતા પહેલા આ વિગતો તપાસવામાં આવે છે.

ઓગસ્ટમાં13 દિવસ બંધ રહેશે બેંકો 
તહેવારો અને રજાઓના કારણે ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે. સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આ મહિનામાં યોજાય છે. તેથી જો તમારી પાસે ઓગસ્ટમાં બેંકને લગતું કોઈ કામ હોય તો બેન્કમાં જતા પહેલા રજાઓનું લિસ્ટ જરૂરથી ચેક કરી લેજો.

સંકળાયેલા મુદ્દાઓ

1 ઓગસ્ટ Bank New Rules monday  તમારા કામનું બેન્ક 1st august
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ