બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / New rules for transfer of primary teachers announced

મહામંથન / પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર, શિક્ષકોને ઉઘડતા વેકેશને દિવાળી આવી જાય તેવી આશા રાખીએ

Vishal Khamar

Last Updated: 10:07 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક શિક્ષકોની બદલીનો વિષય રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યારે બે વર્ષની લડત બાદ પ્રાથમિક શિક્ષકોની બદલીનાં પ્રશ્નનું નિરાકરણ આવવા પામ્યું છે અને શિક્ષકોની બદલીનાં નિયમોમાં ફેરફાર કરાયો છે.

સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો ગયા વર્ષે જાહેર કર્યા હતા. જેવા નિયમો જાહેર થયા કે તરત જ, એ શિક્ષકોએ નિયમોને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા જેમને અન્યાય થયો. સરકારે બદલીઓ માટે કરેલી તમામ વ્યવસ્થાઓ છેલ્લા એક વર્ષથી સ્થગિત હતી. હવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે શિક્ષકોની બદલીઓના નવા નિયમો જાહેર થયા છે. 62 પાનાના નિયમોમાંથી એ સમસ્યાનું સમાધાન આવે કે, જેને બદલી કરાવવી જરૂરી છે એની બદલી થઈ જાય. એ ચાહે અલગ અલગ જિલ્લામાં નોકરી કરતા પતિ-પત્નીની સમસ્યા હોય કે, ગંભીર બીમારીથી ઝુઝતા શિક્ષકો કે એમના પરિવારજનો માટે વતનમાં જવાની વાત હોય. બદલીના નવા નિયમ પણ એવા સમયે જાહેર થયા છે જ્યારે વેકેશન ચાલી રહ્યું છે, તો કેમ્પ માટે સમય પણ છે, અને અન્યાયની વાત નિયમોએ ખતમ પણ કરી છે. તો આશા રાખીએ કે શિક્ષકોને ઉઘડતા વેકેશને દિવાળી આવી જાય. 

  • બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર
  • પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાયો હતો
  • 2 વર્ષથી આ મુદ્દા અંગે નહોંતુ આવતું કોઈ નિરાકરણ

બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરાયા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાયો હતો. 2 વર્ષથી આ મુદ્દા અંગે નહોંતુ આવતું કોઈ નિરાકરણ. ત્યારે  લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી થશે શરૂ થશે. જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સામાવેશ કરાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણયથી 40 હજારથી વધુ શિક્ષકોમાં આનંદની લાગણી. નવું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન.

પ્રાથમિક શિક્ષકોની બદલીના પ્રકાર  

  • વધ-ઘટ બદલી
  • શાળા મર્જ કે બંધ થતા કરવામાં આવતી બદલી 
  • જિલ્લામાં એક તરફી એનલાઈન, ઓફલાઈન બદલી
  • જિલ્લામાં આંતરિક, અસરસપસ માગણીથી બદલી
  • અસાધ્ય રોગ, ગંભીર બીમારીના કિસ્સામાં જિલ્લામાં આંતરિક બદલી
  • વહીવટી કારણોસરની બદલી
  • જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ
  • રાષ્ટ્રીય સુરક્ષા સેવા હેઠળ અધિકારી, કર્મચારીઓના શિક્ષક પતિ, પત્નીની જિલ્લામાં બદલી
  • આંતરિક જિલ્લા ફેરબદલીઓ
  • પ્રાથમિક શિક્ષકોની કરવાની થતી પ્રતિનિયુક્તિ

એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો
સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા
હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી

શું હતી શિક્ષકોની માગણીઓ?
એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની  બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ