બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / New law made in the country President gave green signal to three bills

મંજૂરી / સગીરા પર રેપ કરનારને ફાંસી, દેશમાં બન્યો નવો કાયદો, ત્રણ બિલને રાષ્ટ્રપતિએ આપી લીલીઝંડી

Mahadev Dave

Last Updated: 09:52 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે.

  • રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા પર મંજૂરી
  • સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયા હતા બિલ

 આજે સોમવારે (25 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનવાનો માર્ગ મોકળો બન્યો છે. જેથી ભારતીય દંડ સંહિતા (IPC) ને ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી (CrPC) કોડ અને ભારતીય પુરાવા (સેકન્ડ) કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે. બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયા બાદ પસાર કરાયા હતા.

અમિત શાહે બંને ગૃહોમાં બિલનો બચાવ કર્યો હતો.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ મામલે જણાવ્યું હતું કે "આ ત્રણ બિલ સર્વસંમતિથી પસાર કરાયા છે.જે દેશના નાગરિકો માટે હાનિકારક હતા અને વિદેશી શાસકોની તરફેણ કરતા હતા. 141 વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ કરી દેવાના મુદા વચ્ચે 20 ડિસેમ્બરના રોજ નીચલા ગૃહમાં બિલ પસાર કરાયા બાદ અમિત શાહે બંને ગૃહોમાં બિલનો બચાવ કર્યો હતો.

ન્યાય અને સુધારા પર ધ્યાન રહેશે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જુના ફોજદારી કાયદાઓ જે સજા અને નિષેધથી ન્યાય અને સુધારા તરફ વધુ ફોક્સ કરવામાં આવશે. ફોજદારી ન્યાય પ્રક્રિયામાં એક નવી શરૂઆત થશે જે સંપૂર્ણપણે ભારતીય હશે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદાને લાગુ કરવાથી દેશમાં તારીખ પે તારીખ ના યુગનો અંત આવશે. નોંધનિય છે કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણેય બિલ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં આ બિલને ગૃહ મામલાની સ્થાયી સમિતિને મોકલાયા હતા. બાદમાં ગત મહિને સૂચિત બિલો પર પેનલ દ્વારા વિવિધ ફેરફારો સૂચવતી કેટલીક ભલામણો કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Criminal Law Bills amitshah ગૃહમંત્રી અમિત શાહ જગદીપ ધનખર ત્રણ સુધારેલા ફોજદારી કાયદા રાષ્ટ્રપતિ Criminal Law Bills
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ