ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
રિષિ કપૂરની પ્રાર્થના સભાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રિષિ કપૂરની ફોટોને હાર પહેરાવ્યો છે અને પાસે ફૂલો મૂકવમાં આવ્યા છે તેમજ દીવો અને અગરબત્તી કરવામાં આવ્યા છે. સ્વ. રિષિ કપૂરની ફોટો પાસે રણબીર કપૂર અને નીતૂ કપૂર બેઠા છે. નીતૂ કપૂરે સફેદ ડ્રેસ પહેર્યો છે તો રણબીરે કુર્તો અને પાઘડી પહેર્યા છે. માત્ર પરિવારની હાજરીમાં જ રિષિ કપૂરની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિષિ કપૂરની અંતિમ વિધિમાં તેમની દિકરી રિદ્ઘિમા લોકડાઉનને કારણે હાજર રહી શકી ન હતી. દિલ્હી કોર્પોરેશન દ્વારા રિદ્ઘિમાને મંજૂરી મળતા તે અંદાજે 36 કલાકમાં દિલ્હીથી મુંબઈ 1400 કિલોમીટરનો સફર કરીને શનિવારે મોડી રાત્રે બાય રોડ પહોંચી હતી. રિદ્ઘિમા તેની દીકરી સમારા સાથે મુંબઈ આવી છે. અંતિમ વિધિ સમયે આલિયા ભટ્ટ રિદ્ઘિમા સાથે સતત વીડિયો કોલ દ્વારા સંપર્કમાં હતી. પરિવારના અન્ય સભ્યોની સાથે અભિષેક બચ્ચન પણ આ વિધિમાં સામેલ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
બે વર્ષ કેન્સર સામે લડ્યા બાદ રિશી કપૂરે 30 એપ્રિલે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ચંદનવાડી સ્માશાનગૃહ ખાતને ગુરુવારે સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિમાં પરિવારના અન્ય સભ્યોની સાથે અભિષેક બચ્ચન પણ આ વિધિમાં સામેલ હતો.
સંકળાયેલા મુદ્દાઓ