બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / VTV વિશેષ / Need to immediately stop the sale of syrup that is a product of death? Otherwise it will be tough

મહામંથન / મોતનો સામાન બનેલા સિરપનું વેચાણ તાત્કાલિક અટકાવાની જરુર? નહીંતર થઈ જશે ગજબ

Vishal Khamar

Last Updated: 09:45 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં નશાકારક સિરપનાં સેવનથી 6 લોકોનાં મૃત્યું થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે બાદ હંમેશની જેમ તપાસનો ધમધમાટ આ કેસમાં પણ શરૂ થઈ ગયો છે અને કાર્યવાહી થઈ રહી છે. વ્યક્તિનું મોંત નોંતરે એવી સિરપનું વેચાણ બંધ ક્યારે થશે?

એવુ અનુમાન દુખ સાથે લગાવવું પડે કે કદાચ આગામી દિવસોમાં રાજ્યમાં કાંડ શબ્દ લોકોને કોઠે પડી જશે. એક પછી એક કાંડ બહાર આવે છે જેનો ભોગ બને છે સામાન્ય લોકો. લઠ્ઠાકાંડ હોય, તક્ષશીલા અગ્નિકાંડ હોય, ઝૂલતા પુલની દુર્ઘટના હોય, કેટલાય લોકો ભોગ બને છે, મોટી-મોટી વાતો થાય છે અને સરવાળે નક્કર કશુ સામે આવતું નથી. હવે નવો કાંડ સામે આવ્યો અને તે છે સિરપકાંડ. ખેડામાં સામાન્યમાં સામાન્ય માણસને પણ સરળતાથી પ્રાપ્ય થાય એવી રીતે પાનના ગલ્લે આયુર્વેદિક સિરપના નામે નશાકારક સિરપ મળતી હતી જેના સેવનથી 6 લોકોના મૃત્યુ થયા. 6 પરિવાર જોતજોતામાં તેના મોભી વગરના થઈ ગયા.

  • રાજ્યમાં નશીલા સિરપના વેચાણનો પર્દાફાશ
  • થોડા સમયથી રાજ્યમાં નશીલા સિરપના નેટવર્કના ખુલાસા થયા
  • ખેડાના બે ગામમાં નશાકારક સિરપના સેવનથી 6 લોકોના મૃત્યુ

મારે તમારે સૌએ વિચાર કરવાનો છે કે જે સિરપના સેવન બાદ 6 લોકોના જોતજોતામાં મૃત્યુ થઈ જાય એવી સિરપ પાનના ગલ્લે સરળતાથી મળે એવું બને જ કેવી રીતે?. ખેડાના સિરપકાંડ બાદ વીટીવી ન્યૂઝના રિયાલીટી ચેકમાં પણ કડવી હકીકત સામે આવી જેમા ધોળકાના ગામડાઓમાં કેટલાય યુવાનો સોડામાં સિરપ નાંખીને નશામાં ધૂત અવસ્થામાં જોવા મળ્યા હતા. આ એવા દ્રશ્યો હતા જે કેમેરામાં કેદ થયા ત્યારે આખા ગુજરાતમાં તો કેટલાય એવા વિસ્તાર હશે અને કેટલાય એવા પરિવાર હશે જે આવી હૃદયદ્રાવક ઘટનાઓનો ભોગ બન્યા હશે. વ્યક્તિનું મોંત નોંતરે એવી સિરપનું વેચાણ બંધ ક્યારે થશે?

  • ખેડામાં સિરપકાંડ બાદ VTV NEWSની ટીમે રિયાલીટી ચેક કર્યું
  • ધોળકાના ચલોડા ગામમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા
  • યુવાનો નશાયુક્ત સિરપનું સેવન કરતા હતા

રાજ્યમાં નશીલા સિરપનાં વેચાણનો પર્દાફાશ થયો છે. થોડા સમયથી રાજ્યમાં નશીલા સિરપનાં નેટવર્કનાં ખુલાસા થયા હતા. ખેડાનાં બે ગામમાં નશાકારક સિરપનાં સેવનથી 6 લોકોનાં મૃત્યું થયા હતા. મૃતકો આયુર્વેદિક સિરપનું સેવન કરતા હતા. નશાકારક સિરપનાં ધંધાનો ફરી એકવાર પર્દાફાશ થયો હતો. 

સિરપના સેવન બાદ શું અનુભવાયું?

પરિવારજનોએ કર્યો આ દાવો
માથામાં દુ:ખાવો
પરસેવો વળવો
મોંમાંથી ફીણ આવવા
પેટમાં દુ:ખાવો
ચક્કર આવ્યા
આંખે દેખાતું બંધ થઈ જવું
ઉલટી થવી

સિરપકાંડ બાદ ક્યાં થઈ તપાસ?

દેવભૂમિ દ્વારકા

ઓખા, આર.કે.બંદર વિસ્તારમાં કાર્યવાહી
સૂત્રધાર સહિત 8 આરોપી ઝડપાયા
પાનની દુકાનમાંથી 132 બોટલ સિરપ જપ્ત

વડોદરા

  • SOG અને સ્થાનિક પોલીસનું તમામ વિસ્તારમાં ચેકિંગ

મહેસાણા

  • 210થી વધુ જગ્યાએ રેડ
  • 6 જગ્યાએ શંકાસ્પદ સિરપ ઝડપાઈ

સુરેન્દ્રનગર

  • SOG અને LCBની રેડ
  • 15 હજાર જેટલી બોટલ જપ્ત

ખેડા

  • ઉત્તરસંડા અને વલેટવા ગામમાંથી સિરપનો જથ્થો જપ્ત
  • મેઘસવા અને જેરેજમ સિરપની 73 બોટલ જપ્ત
  • મહેમદાવાદમાં 69 બોટલ જપ્ત
  • કઠલાલમાંથી 49 બોટલ જપ્ત

મહીસાગર

  • SOG, LCBનું તાલુકાઓમાં ચેકિંગ

બોટાદ

  • આઈસ્ક્રીમના ગોડાઉનમાંથી સિરપની 80 બોટલ જપ્ત

બનાસકાંઠા

  • થરાદમાંથી 3 પાર્લરમાં મળીને 79 બોટલ જપ્ત

પાટણ

  • સમીના અનવરપુરા ગામમાં 7 લાખની કિંમતની સિરપ જપ્ત

સુરત

  • મેડિકલ સ્ટોર અને અન્ય દુકાનોમાં દરોડા
  • નશાકારક સિરપની 2 હજારથી વધુ બોટલ જપ્ત

જામનગર

  • પાનની દુકાનેથી નશાકારક સિરપની 96 બોટલ જપ્ત

રિયાલીટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા
ખેડામાં સિરપકાંડ બાદ VTV NEWSની ટીમે રિયાલીટી ચેક કર્યું હતુ. જેમાં  ધોળકાના ચલોડા ગામમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.  યુવાનો નશાયુક્ત સિરપનું સેવન કરતા હતા. યુવાનો નશામાં ધૂત જોવા મળ્યા. નશાકારક સિરપનું બેરોકટોક વેચાણ થતું હતું. ગામના પાદરમાં યુવાનો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. આસપાસના GIDC વિસ્તારમાંથી કફ સિરપ લાવવામાં આવતું હતું. ચલોડા ગામના લોકોએ તંત્રને પણ અનેકવાર રજૂઆત કરી હતી. યુવાનો સોડામાં સિરપ નાંખીને સેવન કરતા હતા. 

  • આસપાસના GIDC વિસ્તારમાંથી કફ સિરપ લાવવામાં આવતું હતું
  • ચલોડા ગામના લોકોએ તંત્રને પણ અનેકવાર રજૂઆત કરી હતી
  • યુવાનો સોડામાં સિરપ નાંખીને સેવન કરતા હતા

આસવ અને અસિષ્ટના સેવનની રીત
આસવ અને અરિષ્ટ બંને હર્બલ પીણા છે. બંને ઉત્પાદન દરમિયાન ઈથેનોલ મળે છે. પીણાને જડીબુટ્ટીઓમાં પલાળીને આથો લાવીને બનાવાય છે. જડીબુટ્ટીઓ પાવડર અથવા ઉકાળા સ્વરૂપે હોય શકે છે. ડોઝ લેતા પહેલા તબીબી સલાહ જરૂરી છે. ચેકઅપ બાદ કોર્સ નક્કી થાય છે. અરિષ્ટ કે આસવ બંનેના પરંપરાગત ડોઝ 48 થી 96 મિલી છે. જો ઈથેનોલને બદલે મિથેનોલ બની જાય તો મોટું નુકસાન થઈ શકે છે.  ઈથાઈલ આલ્કોહોલ પીણા તરીકે વપરાય છે. મિથાઈલ આલ્કોહોલ પીણા તરીકે વપરાતો નથી. મિથેનોલના સેવનથી વ્યક્તિ આંખ ગુમાવી શકે છે. ખેડા સિરપકાંડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો મત અલગ છે. ખેડા સિરપકાંડમાં મિથેનોલ સિવાય પણ કંઈક ભેળવ્યું હોવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ