ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Nearly 25% of The World's Population Faces a Water Crisis

સંકટ / ભારત સહિત 17 દેશ ગંભીર જળસંકટનો કરી રહ્યા છે સામનો

Published By: Krupa

Last Updated: 05:33 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત દુનિયાના 17 દેશ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે. જો આ સમસ્યા પર ધ્યાન ન અપાય તો ખુબ જ જલ્દી આ દેશોમાં પાણીની એક બુંદ પણ નહી બચે. ઘ વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટીટ્યુટે પોતાના એક રિપોર્ટમાં આ ખતરાની ચેતવણી આપી છે.

ADVERTISEMENT

ડબલ્યુઆરઆઇએ પાણીની કમી, પુર અને દુષ્કાળના ખતરાના આધારે 189 દેશો આને તેના પ્રાંતોને પોતાની યાદીમાં અલગ અલગ સ્થાન પર રાખ્યા છે. ભારત માટે આ મોર્ચા પર મોટો પડકાર છે કેમકે તેની વસ્તી જળસંકટનો સામનો કરી રહેલા અન્ય 16 દેશ કરતા ત્રણ ગણી વધુ છે.

રિપોર્ટમા જળસંકટની ઓળખ માટે 13 સંકેતોનો ઉપયોગ કરાયો છે. તેમાં ભુજળ ભંડાર અને તેમા આવી રહેલી કમી સામેલ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર ભારતમાં ભુ-ઝળસ્તરની કમી ગંભીર સંકટ છે. ભારતના જળસંસાધન મંત્રાલયના પુર્વ સચિવ અને ડબલ્યુઆરઆઇ ઇંડિયાના સભ્ય શશિ શેખરે કહ્યુ કે હાલમાં ચેન્નાઇની જળસંકટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ હતુ. 

આ ઉપરાંત ભારતના અન્ય ભાગમાં પણ પાણીની કમીની સમસ્યા સતત વધી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારત વર્ષા જળ, ભુજળ અને નદિયોમાં રહેલા જળના આંકડાના આધારે સટીક રણનીતિ બનાવીને જળસંકટ સામે લડી શકે છે.

આ ઉપરાંત ભારતના અન્ય ભાગમાં પણ પાણીની કમીની સમસ્યા સતત વધી રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે ભારત વર્ષા જળ, ભુજળ અને નદીઓમાં રહેલા જળના આંકડાઓના આધારે સ્પષ્ટ રણનીતિ બનાવીને જળસંકટનો સામનો કરી શકે છે. 

રિપોર્ટ મુજબ જળસંકટ સામે લડી રહેલા 17 દેશોમાંથી 12 દેશ પશ્વિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના છે. જળવાયુ પરિવર્તનના કારણે વધી રહેલા જળ સંકટને ગંભીર ખતરો ગણાવાયો છે.

ડબલ્યુઆરઆઇના અધ્યક્ષ એન્ડ્ર્યુ સ્ટીરે કહ્યુ કે પાણીની કમી હોવી સૌથી મોટુ સંકટ છે. જેના વિશે આજે કોઇ પણ વાત કરી રહ્યુ નથી. તેમણે કહ્યુ કે આજે જળસંકટના કારણે નાણાકીય અસ્થિરતા પણ ઉદભવી રહી છે. નવી પેઢીના લોકો આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે, જે પુરતુ નથી. જો આપણે ઠોસ પગલા ન ભર્યા તો માનવ જાતિને મોંઘુ પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Population water crisis world જળસંકટ પાણી crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ