બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / naveen ul haq viral tweet saying sorry to virat kohli is fake

IPL 2023 / 'આઈ એમ સોરી વિરાટ કોહલી સર', શું ક્રિકેટરો વચ્ચેનો ઝગડો મટી ગયો? નવીન ઉલ હકનું ટ્વિટ વાયરલ

Bijal Vyas

Last Updated: 12:20 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેનો ઝઘડો ખતમ થવાનો નથી. નવીન ઉલ હકે વાયરલ ટ્વીટની હકીકત જણાવી...

  • RCBએ લખનઉમાં લખનઉને હરાવ્યું ત્યારે કોહલીનું એગ્રેશન જોવા મળ્યુ
  • નવીન ઉલ હકે વાયરલ થઈ રહેલા સોરી મેસેજની હકીકત જણાવી
  • ગંભીર પણ આ વિવાદમાં કૂદી પડ્યો અને વિરાટ કોહલી સાથે તેની દલીલ જોવા મળી

IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેની લડાઈ ચર્ચાનો વિષય બની હતી. જો કે, સિઝનના અંત પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચેનો વિવાદ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આવું થયું નથી. નવીન ઉલ હકે વાયરલ થઈ રહેલા સોરી મેસેજની હકીકત જણાવી  છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર નવીન ઉલ હકના નામે એક ટ્વીટ વાયરલ થઈ રહી હતી. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, 'આઇ એમ સોરી વિરાટ કોહલી' આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું અને તેના પર 25 હજારથી વધુ લાઈક્સ પણ જોવા મળ્યા.

નવીન ઉલ હકે આ ટ્વીટને ફેક ગણાવ્યો છે. એટલું જ નહીં, નવીન ઉલ હકે ચાહકોને આ ટ્વીટ કરનાર હેન્ડલ સામે રિપોર્ટ કરવાની પણ અપીલ કરી છે. નવીન ઉલ હકે લખ્યું છે કે, આ ફેક એકાઉન્ટનું ટ્વીટ છે. જે સામે આવે તેણે તેની સામે જાણ કરવી જોઈએ.

ઝઘડો શાંત થવાની આશા નહીવત 
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં લખનઉ સુપરજાયન્ટ્સ અને RCB વચ્ચેની મેચમાં વિરાટ કોહલી, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર વચ્ચે જંગ જોવા મળ્યો હતો. આ ઝઘડાની શરૂઆત ચેપોકમાં લડાઈથી થઈ હતી. આરસીબી સામે જીત નોંધાવ્યા બાદ ગંભીરે દર્શકો તરફ ઈશારો કર્યો અને મેદાન પર કોહલી કોહલીને ચૂપ રહેવા કહ્યું.

કોહલી-ગંભીર કો ગુસ્સા ક્યું આતા હૈ ? જાણો રમતના મેદાનમાં ખેલાડીઓની આક્રમકતા  પાછળના કારણો | Know the reasons behind players' aggression in the field of  play

આ પછી ઝઘડો લખનઉ પહોંચ્યો. જ્યારે RCBએ લખનઉમાં લખનઉને હરાવ્યું ત્યારે કોહલીનું એગ્રેશન જોવા મળ્યુ હતું. કોહલીનો ગુસ્સો નવીન ઉલ હક સાથે સારી રીતે ઉતરી ન હતી અને તેણે હાર બાદ વિરાટ કોહલી સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. આ પછી ગંભીર પણ આ વિવાદમાં કૂદી પડ્યો અને વિરાટ કોહલી સાથે તેની દલીલ જોવા મળી.

આ ત્રણેય ખેલાડીઓ વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો હતો. વિરાટ કોહલી અને નવીન ઉલ હકે નામ લીધા વગર સોશિયલ મીડિયા પર એકબીજા પર કટાક્ષ કર્યા હતા. અત્યારે પણ લાગે છે કે ત્રણેય વચ્ચેનો ઝઘડો ભવિષ્યમાં પણ જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 RCB ગૌતમ ગંભીર નવીન ઉલ હક લખનઉ વાયરલ ટ્વીટ વિરાટ કોહલી સોશિયલ મીડિયા IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ