બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અને યુવકે કાપી નાખ્યો પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ, કરતો હતો UPSCની તૈયારી, કારણ મગજ ફેરવી નાખશે!
Last Updated: 12:32 PM, 12 September 2025
Gender Identity Disorder : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો યુવાન,જે શરીરે પુરૂષ હતો પણ આત્મિક રીતે પોતાને સ્ત્રી અનુભવે છે તેણે પોતાની જાત ઓળખ વ્યક્ત કરવા માટે ગંભીર પગલું ઉઠાવ્યું અને પોતાની જાતે પોતાનું લિંગ અંગ કાપી નાંખ્યું. જોકે આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. જોકે આ યુવકે બાદમાં જે ખુલાસા કર્યા તે ખરેખર ચોંકાવનારા છે.
ADVERTISEMENT
શું છે આ સમગ્ર ઘટના ?
મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી અમેઠી જિલ્લાનો રહેવાસી છે અને પ્રયાગરાજના સિવિલ લાઇન્સ વિસ્તારમાં એક લોજમાં રહેતો હતો. તેણે અગાઉ એક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો અને પોતાની લાગણીઓ અને આંતરિક સંઘર્ષ વિશે વાત કરી હતી. જણાવાયું છે કે, ડૉક્ટરે તેને શરૂઆતમાં પોતાનો ગુપ્તાંગ દૂર કરવાની સલાહ આપી અને પ્રક્રિયાની રીત પણ સમજાવી.
ADVERTISEMENT
મેડિકલ સ્ટોરમાંથી એનેસ્થેસિયા લીધું અને પછી...
ડૉક્ટરની સલાહ અનુસાર, વિદ્યાર્થીએ મેડિકલ સ્ટોરમાંથી એનેસ્થેસિયા અને સર્જિકલ બ્લેડ ખરીદી અને રૂમમાં પોતાના પર આ વિકટ સર્જરી કરી. એટલે કે તેણે પોતે જ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. આ ઘટના બાદ તાત્કાલિક રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. ઘટનાની ગંભીરતા જોતાં લોજ માલિક તેને તાત્કાલિક રાણી નહેરુ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જોકે હાલ તો આ યુવકની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT

હું છોકરો દેખાઉં છું, પણ છું છોકરી...
ADVERTISEMENT
આ તરફ હવે વિદ્યાર્થીએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા તે ચોંકાવી દે તેવા છે. આ યુવકે જણાવ્યું કે, જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે એક ફંક્શનમાં છોકરીઓ સાથે નાચતો હતો ત્યારે તેણે પ્રથમવાર અનુભવ્યું કે, તેનો આંતરિક આનંદ અને ઓળખ છોકરાની નહીં પરંતુ છોકરીની છે. સમાજ, પરિવારમાંથી આવતી અપેક્ષાઓ અને પોતાનું શરીર આ બધાની વચ્ચે તે અસહાય બની ગયો.
આ પણ વાંચો : રાજીનામા બાદ પહેલી વાર કેમેરામાં નજરે પડ્યાં જગદીપ ધનખડ, બાજુમાં પણ હતો દિગ્ગજ ચહેરો
ADVERTISEMENT
હવે જાણીએ શું કહે છે મનોવિજ્ઞાની ?
આ મામલે મનોવિજ્ઞાની ડૉ. કમલેશ જણાવે છે કે, આ પ્રકારની સ્થિતિને "લિંગ ઓળખ વિકૃતિ" (Gender Identity Disorder) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વ્યક્તિને લાગે છે કે તેના શરીરનું લિંગ તેના આંતરિક લાગણીઓ અને ઓળખ સાથે મેળ ખાતું નથી. આવું લાખમાં એક જવાર થતું હોય છે. અનેકવાર કાઉન્સેલિંગ, થેરાપી અને યોગ્ય માર્ગદર્શનથી આવા લોકોને સહારો આપી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.