બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO: આન્ટીને લાયસન્સ મળશે? ટેસ્ટ ટ્રેક પર એવું ડ્રાઈવિંગ કર્યું કે વીડિયો વાયરલ
Chintan Chavda
Last Updated: 06:01 PM, 24 June 2025
હાલમાં સોશિયલ મીડિયા પર ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવેલી એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, વાયરલ ક્લિપમાં મહિલા જે રીતે સ્કૂટી ચલાવી રહી છે, તેને જોઈને નેટિઝન્સ કહી રહ્યા છે કે પ્રેક્ટિસ વિના ડાયરેક્ટ શોરૂમમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવી છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપી રહી છે. પરંતુ જે રીતે મહિલા પોતાની સ્કૂટી ચલાવી રહી છે, તેને જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા છે! સ્કૂટી પર મહિલાનો કંટ્રોલ એવો છે કે ગમે ત્યારે કોઈ પણ દિશામાં જઈ શકે છે.
वो स्त्री है.. वो कुछ भी कर सकती है 😂
— Dr Monika Singh (@Dr_MonikaSingh_) June 20, 2025
ड्रायविंग लायसेंस के लिए ट्रायल देती पापा की परी ! pic.twitter.com/wkIGArzR4d
ADVERTISEMENT
ક્યાંય ટકરાય ન આંટી, કાર પણ ઊભી રહી ગઈ
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જેમ-તેમ કરીને પગથી ધક્કા મારતી આગળ વધી રહી છે. મહિલાની આ 'ભયાનક' ડ્રાઇવિંગ જોઈને ત્યાંથી પસાર થતી લાલ રંગની કાર પણ ઊભી રહી જાય છે. આમ તો મહિલાએ જે લેવલનું પર્ફોર્મન્સ આપ્યું તેનાથી લાગી રહ્યું છે કે તે આ ટેસ્ટમાં ચોક્કસ ફેલ જ થશે.
ADVERTISEMENT
@Dr_MonikaSingh_ એક્સ એકાઉન્ટ પર ડો. મોનિકા સિંહ નામની એક યુઝરે શેર કર્યો છે. તેને કેપ્શન આપ્યું છે કે, તે મહિલા છે.. કંઈ પણ કરી શકે છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં વીડિયોને લગભગ 10 લાખ યુઝરે જોયો છે, સાથે જ લોકો પોતાનું રીએક્શન પણ આપી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો:વૈષ્ણોદેવી દર્શને જવાનું વિચારતા હોય તો માંડી વાળજો! ભૂસ્ખલનથી યાત્રા રોકવામાં આવી
એક યુઝરે કોમેન્ટ કરી, આના કરતાં તો આંટી ચાલીને જતી રહી હોત તો સારું રહેત. બીજાએ કહ્યું, હું રાહ જોઈ રહ્યો હતો કે આંટી ક્યારે કાર સાથે અથડાય. ત્યારે ત્રીજાએ લખ્યું, લાગે છે કે શોરૂમથી ડાયરેક્ટ લાયસન્સ લેવા માટે આવી ગઈ છે. આ વીડિયો નેપાળના કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.