બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:42 PM, 24 June 2025
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓની ટોચ પર માતા વૈષ્ણો દેવી મંદિર જવાના નવા માર્ગ પર ભૂસ્ખલન થયું.અધિકારીઓએ જણાવ્યું કે માર્ગ પરથી કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને યાત્રા હવે સરળતાથી ચાલી રહી છે.મળતી માહિતી અનુસાર,સોમવારે ભૂસ્ખલનને કારણે અર્ધ કુંવારી ખાતે વૈષ્ણો દેવી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં કોઈને ઈજા થઈ નથી. યાત્રા કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે છે.
ADVERTISEMENT
માતા વૈષ્ણો દેવી મંદિર જવાના નવા માર્ગ પર ભૂસ્ખલનની ઘટના, યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
(જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર જવાના નવા માર્ગ પર એક ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.)… pic.twitter.com/mkNbR5ObmH
બંધ કરાયેલી બેટરી કાર સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવી માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે બંધ થયેલી બેટરી કાર સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે.વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને શ્રદ્ધાળુઓને રોક્યા હતા અને રસ્તો સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. કાટમાળ દૂર કર્યા પછી,બેટરી કાર સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી હતી.
ભક્તો જૂના માર્ગે માતાના દર્શન કરવા જઈ રહ્યા છે
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કાટમાળને સાફ કરવા માટે મશીનો મોકલવામાં આવ્યા હતા જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે યાત્રાને જૂના રૂટ પર ડાઈવર્ટ કારવામાં આવી છે અને યાત્રા કોઈપણ વિક્ષેપ વિના ચાલી રહી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમકોટી રૂટ પર સત્યા વ્યૂ પોઈન્ટ નજીક ભૂસ્ખલન થયું હતું જ્યારે યાત્રાળુઓની કોઈ અવરજવર નહોતી.
ADVERTISEMENT
કોઈપણ સમસ્યાના કિસ્સામાં,કૃપા કરીને કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.
તમને જણાવી દઈએ કે સોમવારે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભારે વરસાદને કારણે,હિમકોટી નજીક અર્ધકુમારીથી ભવન સુધીના બેટરી કાર રૂટ પર ભારે ભૂસ્ખલન થયું હતું.જેના કારણે આ રૂટ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને બેટરી કાર સર્વિસ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ હતી.ભારે વરસાદને કારણે કાટમાળ અને મોટા પથ્થરો રસ્તા પર પડતાં રસ્તો બંધ થઈ ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના,બ્લેક બોક્સ પર આવ્યું અપડેટ,મંત્રીએ આપી જાણકારી
ઘટનાની જાણ થતાં જ, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાટમાળ દૂર કરવા માટે જેસીબી મશીનો અને કામદારોની એક ટીમને ઘટનાસ્થળે મોકલી.આ દરમિયાન,શ્રાઈન બોર્ડ વહીવટીતંત્રે ભક્તોને ગભરાશો નહીં,ધીરજ રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમ અથવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.