બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આખરે 17 દિવસથી લાપતા સોનમ મળી આવી, હનીમૂન માટે શિલોંગ ગયેલા દંપતીમાં આવ્યો નવો જ ટ્વિસ્ટ

Indore Couple Missing / આખરે 17 દિવસથી લાપતા સોનમ મળી આવી, હનીમૂન માટે શિલોંગ ગયેલા દંપતીમાં આવ્યો નવો જ ટ્વિસ્ટ

Last Updated: 11:17 AM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonam Raghuvanshi News: ઈન્દોરના ગુમ થયેલ કપલમાં એક નવો વળાંક આવ્યો છે. સોનમ રઘુવંશી જેને પોલીસ મેઘાલયની પહાડીઓમાં શોધી રહી હતી, તે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં મળી આવી છે.

Indore Missing Couple: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ગુમ થયેલ કપલ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક તરફ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ ઘણા દિવસોથી ગુમ થયેલી સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં મળી આવી છે. પોલીસ છેલ્લા 17 દિવસથી મેઘાલયમાં સોનમને શોધી રહી હતી. સોનમે ગઈકાલે રાત્રે તેના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે તે યુપીના ગાઝીપુર જિલ્લામાં છે. સોનમે પોલીસ ફોન પરથી તેના ભાઈ ગોવિંદ રઘુવંશીને ફોન કર્યો હતો.

સોનમની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ

સોનમને પાછી લાવવા માટે પરિવાર ગાઝીપુર જવા રવાના થયો છે. આ દરમિયાન મોટી માહિતી સામે આવી છે કે મેઘાલય પોલીસ સાથે વાત કર્યા પછી ગાઝીપુર પોલીસે સોનમની ધરપકડ કરી છે. સોનમ રઘુવંશીની તેના પતિની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

Indore-Couple-Missing-Case

રાજાનો મૃતદેહ 2 જૂને મળી આવ્યો હતો

તમને જણાવી દઈએ કે સોનમ તેના પતિ રાજા સાથે હનીમૂન મનાવવા શિલોંગ ગઈ હતી. પરંતુ પછી બંને ગુમ થઈ ગયા. જોકે જ્યારે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે દંપતીની શોધ શરૂ થઈ. જોકે આ દરમિયાન 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો. પરંતુ સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી સંગમાએ ટ્વીટ કરીને મોટી માહિતી આપી છે.

Vtv App Promotion

આ પણ વાંચોઃ અરે વાહ / આ રાજ્યના CMને જોઈએ છે મોટા પરિવાર, વધુ બાળકો પેદા કરવા પર સરકાર આપશે રૂપિયા

સીબીઆઇ તપાસના માંગ ઘરવાળા કરતા હતા

તેમણે ટ્વીટ કર્યું છે કે મધ્યપ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. જોકે, તેમણે તે મહિલા કોણ છે તે અંગે કોઈ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે રાજાનો પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો હતો. આ શોધ દરમિયાન સોનમ અને રાજાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં રાજા અને સોનમ સ્કૂટી પર જતા જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonam Raghuvanshi Sonam Raghuvanshi News Uttar Pradesh News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ