બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 12 September 2025
ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સી.પી. રાધાકૃષ્ણન શુક્રવારે પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. 67 વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવી દીધા હતા.
ADVERTISEMENT
CP Radhakrishnan to take oath as new Vice-President today
— ANI Digital (@ani_digital) September 12, 2025
Read @ANI Story | https://t.co/iVDIH3L56T#CPRadhakrishnan #VicePresident pic.twitter.com/icHP1d8H9s
જ્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દીધું, ત્યારે આ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરાવવી પડી. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ, રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
Jai Hind ! 🇮🇳🙏 pic.twitter.com/SxclXTkNgO
— CP Radhakrishnan (@CPRGuv) September 9, 2025
રાધાકૃષ્ણનને મળ્યા 452થી વધુ મત
ADVERTISEMENT
મંગળવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, 67 વર્ષીય સીપી રાધાકૃષ્ણને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવી દીધા. ચૂંટણીમાં 788 સભ્યોમાંથી 767 સભ્યોએ મતદાન કર્યું હતું. રાધાકૃષ્ણનને અપેક્ષા કરતાં વધુ 452 મત મળ્યા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત મળ્યા. રાધાકૃષ્ણનને મોટા માર્જિનથી ચૂંટણીમાં જીત મળી. આ જીત પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી અને તેમને ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને મળ્યા. આ બેઠક કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવાસસ્થાને થઈ.
Jai Hind! 🇮🇳🙏 https://t.co/wFkpMxc7OS
— CP Radhakrishnan (@CPRGuv) September 9, 2025
ADVERTISEMENT
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખર પણ રહી શકે છે હાજર
મળતી માહિતી પ્રમાણે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય, તેઓ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
ADVERTISEMENT

ધનખડે પણ અભિનંદન પાઠવ્યા
ADVERTISEMENT
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ તેમના કાર્યકાળમાંથી રાજીનામું આપ્યા પછી પહેલીવાર જાહેર નિવેદનમાં રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા. તેમણે પોતાના પત્રમાં લખ્યું કે નવા ઉપરાષ્ટ્રપતિની આ સિદ્ધિ દેશના પ્રતિનિધિઓનો વિશ્વાસ દર્શાવે છે. ધનખડે એમ પણ કહ્યું કે રાધાકૃષ્ણનના જાહેર જીવનનો અનુભવ ઉપરાષ્ટ્રપતિ પદને વધુ ગરિમા આપશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી વાત જ નથી માનતા, કીધા વિના 9 મહિનામાં 6 વખત ગયા વિદેશ
જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણો આપીને અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના 50 દિવસ પછી ચૂંટણી થઈ અને NDA જીતી ગયું. મતદાનના આંકડા સ્પષ્ટ કરે છે કે વિપક્ષના કેટલાક સાંસદોએ પણ ક્રોસ-વોટિંગ કર્યું, જેના કારણે રાધાકૃષ્ણનને મોટી જીત મળી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.