બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 04:31 PM, 6 July 2025
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું એ તે બિહારના હિત માટે આગામી વિધાનસભાની ચુંટણી લડવા ઈચ્છે છે. તેમને કહ્યું તેના વિરોધીઑ તેમના રસ્તામાં અડચણો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રવિવારે છપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં યોજવામાં આવેલ 'નવ સંકલ્પ મહાસભા' ને સબોધિત કરતાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષે આ મોટું એલાન કરી દીધુ. ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટી બિહારની 243 વિધાનસભાની સીટો પર ચુંટણી લડશે. NDA માં સામેલ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વિધાનસભાની ચુંટણી પહેલા આપેલું આ નિવેદન બીજેપી અને જેડીયુની મુશ્કેલી વધારી શકે છે.
ADVERTISEMENT
"नव-संकल्प महासभा" — छपरा से नवबिहार की ओर
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) July 6, 2025
आज छपरा के ऐतिहासिक राजेंद्र स्टेडियम में लोक जनशक्ति पार्टी (रामविलास) द्वारा आयोजित "नव-संकल्प महासभा" में विशाल जनसैलाब को संबोधित किया।
यह नवबिहार की परिकल्पना को साकार करने की दिशा में उठाया गया एक ऐतिहासिक कदम है।
नवबिहार का… pic.twitter.com/gFmllEYNkQ
ચિરાગ પાસવાને બિહારની રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'આવી ઘટનાઓ એવી સરકારમાં બની રહી છે જે સુશાસન માટે જાણીતી છે. હું પણ તે સરકારને ટેકો આપું છું. આ ખરેખર ચિંતાનો વિષય છે. હું આ પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ કરીશ નહીં, અને આપણી સરકારે પણ એવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. જો આટલી મોટી ઘટના શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ બને છે, જો તે આવા પોશ વિસ્તારમાં બને છે, તો તે ખૂબ જ ગંભીર બાબત છે. હું સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છું... પરંતુ આવી ઘટનાઓ આપણી ચિંતામાં વધારે છે... જો (ગોપાલ ખેમકાના) પરિવાર ડરી ગયો છે, તો તે વાજબી છે. આ એક એવો પરિવાર છે જેણે પહેલા પણ આનો સામનો કર્યો છે. શું સ્થાનિક વહીવટીતંત્રે પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી?... તે વહીવટીતંત્રની જવાબદારી હતી.'
ADVERTISEMENT
आज सारण की इस पावन धरती से, आप सबके सामने मैं यह कहकर जा रहा हूँ कि हाँ, मैं चुनाव लड़ूंगा। मैं चुनाव लड़ूंगा बिहारियों के लिए, अपने भाइयों के लिए, अपनी माताओं के लिए, अपनी बहनों के लिए और बिहार में एक ऐसी व्यवस्था तैयार करेंगे, एक ऐसा बिहार बनाएंगे जो सही मायनों में प्रदेश को… pic.twitter.com/jWasAURHrS
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) July 6, 2025
ચિરાગ પાસવાને કહ્યું કે હત્યા રાજધાની પટનામાં થાય કે બિહારના કોઈ દૂરના ગામમાં, કાયદો અને વ્યવસ્થા માટે સરકારે જવાબદાર બનવું પડશે. ચિરાગે કહ્યું કે સરકાર જવાબદારીથી ભાગી શકે નહીં. શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ઘટનાઓ બને છે. પોલીસ સ્ટેશન બાજુમાં હતું, અધિકારીઓ એક જ વિસ્તારમાં રહે છે. જો આવી ઘટના આવા પોશ વિસ્તારમાં બને છે, તો તે ચિંતાનો વિષય છે. આપણે જોવું પડશે કે સુશાસનના શાસનમાં ગુનેગારોને આટલી બધી શક્તિ ક્યાંથી મળી. સરકારે ગંભીર બનવું પડશે. એલજેપી પ્રમુખે કહ્યું કે બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગુ થવી જોઈએ, હું તેના સમર્થનમાં છું. તેજસ્વી યાદવનું નામ લીધા વિના તેમણે કહ્યું, 'જ્યારે 2023માં બિહારમાં મહાગઠબંધન સરકાર સત્તામાં હતી, ત્યારે આરજેડીના નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના શિક્ષણ મંત્રી હતા, જેમણે ડોમિસાઇલ નીતિનો અંત લાવ્યો હતો.'
ADVERTISEMENT
વધુ વાંચો: ભાજપનાં નેતા સોમરસનું પાન કરતા કરતા જુગટુના દાવ રમી રહ્યા હતા, પોલીસે ઝડપી લીધા
ADVERTISEMENT
તેમણે વિપક્ષી પક્ષો પર લોકસભા ચૂંટણી દરમિયાન અનામત અંગે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો. ચિરાગ પાસવાને કહ્યું, 'વિપક્ષે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ભ્રમિત કરવા માટે ઘણી ખોટી વાતો ચલાવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે પણ અનામતના નામે ભ્રમ ફેલાવ્યો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ ફરીથી ભ્રમ ફેલાવશે. જ્યાં સુધી ચિરાગ પાસવાન જીવિત છે, ત્યાં સુધી અનામત કે બંધારણને કોઈ ખતરો નથી. હું ખાતરી કરીશ કે જ્યારે હું ચોકીદારની ભૂમિકામાં હોઈશ. હું સમાજમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત, અત્યંત પછાત, વંચિત વર્ગના લોકો માટે ચોકીદાર છું.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.