બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપનાં નેતા સોમરસનું પાન કરતા કરતા જુગટુના દાવ રમી રહ્યા હતા, પોલીસે ઝડપી લીધા
Last Updated: 01:38 PM, 6 July 2025
Ahmedabad News : ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે પરંતુ રાજ્યમાં ક્યાંય નથી. જો કે રાજ્યમાં જ્યાં જુએ ત્યાં દારૂની હોમડીલીવરી મળી જાય છે. અનેક વખત દારૂ પીને છાકટા બનેલા લોકો કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા પણ ઉડાવે છે. આટલું ઓછું હોય તેમ ગુજરાતનાં ઠેર ઠેર માર્ગો પર દારૂ પીને વાહન ચલાવશો નહી તેવા બોર્ડ પણ મારેલા હોય છે. તેવામાં જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાં આવા બોર્ડ કેમ મારવા પડે તે પણ એક સવાલ થાય છે. જો કે નિયમ કાયદા તમામ માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ છે. જો કે આ બધું સામાન્ય પ્રજા દ્વારા કરવામાં આવે તો પોલીસ ઉછળી ઉછળીને કાર્યવાહી કરતી હોય છે. આ વખતે તો ખુદ ભાજપના નેતા દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. હવે ગુજરાત પોલીસની કડક કાર્યવાહીનો નજારો જોવા મળશે. જેના અંતર્ગત કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. જોકે, હાલ તો પોલીસે મામલો ચગતા કોર્પોરેટરની ઔપચારિક ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો
બાળવા પોલીસ દ્વારા એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યાં બાવળાના ભાજપ નેતા દીપક ભટ્ટ દારૂ અને જુગારની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. થોડા સમય માટે તો પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. ભાજપ નેતા છે તેવું જાણ્યા બાદ પોલીસના હાથ બંધાઇ તો ગયા હતા પરંતુ હોહા થઇ જતા આખરે ઔપચારિક રીતે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. નગરપાલિકાના સભ્ય સહિતની 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાવળા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 21
13 લાખનો મુદ્દામાલ મળી આવ્યો
ADVERTISEMENT
ઘટના અંગે મળતી માહિતી અનુસાર પોલીસને પરસોત્તમ રાઇસ મિલ ખાતે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જો કે પોલીસને કદાચ ખ્યાલ નહી હોય કે ત્યાં ભાજપનાં નેતા પણ ત્યાં જુગટુના દાવ રમી રહ્યા છે નહીતો તે દરોડા જ ન પાડત. જો કે દરોડા પડી ગયા અને હોહા થઇ જતા આખરે પોલીસે નિષ્પક્ષ કાર્યવાહીનો અંચળો ઓઢ્યો અને નેતા સહિત 7 લોકોની ધરપકડ કરી લીધી હતી. આ દરોડા દરમિયાન પોલીસને 13 લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો જે જપ્ત કર્યો છે. ધરપકડ દરમિયાન નેતાથી માંડીને તમામ લોકો લથડીયા ખાઇ રહ્યા હતા. જો કે હજી સુધી આ અંગે ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.