બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / National Medical Commission gives its "no-objection" for academic mobility program

ગુડ ન્યૂઝ / યુક્રેનથી આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત, દેશની ગમે તે કોલેજમાં ભણી શકશે, NMCની મંજૂરી

Hiralal

Last Updated: 07:05 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ મેડિકલ કમિશને યુક્રેનથી સ્વદેશ આવેલા અને ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપતો નિર્ણય લીધો છે.

  • યુક્રેનમાંથી પાછા આવેલા અને ત્યાં ભણી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત 
  • ભારત કે વિદેશની કોઈ પણ કોલેજમાં ભણી શકશે
  • નેશનલ મેડિકલ કમિશને વાંધા નહીં પ્રમાણપત્ર આપ્યું 

રશિયાના યુદ્ધને કારણે યુક્રેનમાંથી ભારત આવેલા અથવા તો હાલમાં ત્યાં જ અભ્યાસ કરી રહેલા મેડિકલના વિદ્યાર્થીઓ માટે આખરે ખુશખબર આવી છે. મેડિકલના વિદ્યાર્થીઓ હવે તેમના ભણતરની અધવચ્ચે તેઓ ઈચ્છે તો ભારત કે વિદેશની કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ શકશે અને તેને માટે સરકારની મહત્વની સંસ્થા નેશનલ મેડિકલ કમિશને વાંધા નહીં પ્રમાણપત્ર પણ જારી કરી દીધું છે.

યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ દેશ-વિદેશની કોલેજમાં લઈ શકશે એડમિશન 

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ વિદ્યાર્થીઓને દેશોની કોલેજોમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. અગાઉ, વિદેશી કોલેજમાં મેડિકલનું ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે દેશમાં શિફ્ટ થવાની મંજૂરી નહોતી પરંતુ હવે એનએમસીએ મંજૂરી આપી દીધી છે. પરંતુ સાથે એક શરત પણ મૂકી છે.

સ્ક્રીનિંગ ટેસ્ટ રેગ્યુલેશન્સના માપદંડો પૂરા કરવા પડશે 
નેશનલ મેડિકલ કમિશન દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે એનએમસી યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ માટે એકેડેમિક મોબિલીટી પ્રોગ્રામ માટે વાંધા નહીં પ્રમાણપત્ર જારી કરાયું છે પરંતુ તેમણે સ્ક્રીનિંગ ટેસ્ટ રેગ્યુલેશન્સ 2002ના અન્ય માપદંડો પૂર્ણ કરવા પડશે. 

યુક્રેનની યુનિવર્સિટી આપશે ડિગ્રી 
એનએમસીએ સ્પષ્ટતા કરી છે કે આ એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ હેઠળ યુક્રેનની એક યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અન્ય દેશની યુનિવર્સિટીમાં એડમિશન લઈને પોતાનો કોર્સ પૂરો કરી શકે છે. જોકે મેડિકલ કે MBBSની ડિગ્રી તેમને યુક્રેનની તે યુનિવર્સિટીમાંથી મળશે કે જ્યાં તેમણે પહેલી વાર એડમિશન લીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ