બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 03:22 PM, 6 July 2025
Punjab Firing Video : પંજાબી અભિનેત્રી તાનિયાના પિતા પર ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મોગાના કોટ ઈસે ખાન શહેરમાં હરબન્સ નર્સિંગ હોમના સંચાલક અને પંજાબી અભિનેત્રી તાનિયાના પિતા ડૉ. અનિલજીત કંબોજ પર ક્લિનિકમાં ઘૂસેલા બે અજાણ્યા યુવાનોએ ગોળીબાર કર્યો હતો. ડૉક્ટરને બે ગોળીઓ વાગી હતી જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ આરોપી યુવક દર્દીનો વેશ ધારણ કરીને ક્લિનિકમાં આવ્યો હતો. તેમાંથી એકે કહ્યું કે, તેના પગમાં ચેપ લાગ્યો છે અને તેને પરીક્ષણોની જરૂર છે. ડૉક્ટરે તેના પગની તપાસ શરૂ કરતાની સાથે જ તેની પાછળ ઉભેલા બીજા યુવકે અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. ઘટના બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજ ફોટામાં બંને હુમલાખોર સરદાર તરીકે જોવા મળે છે જેમની ઉંમર લગભગ 30 વર્ષની હોવાનું કહેવાય છે.
"Disturbing footage shows the moment a doctor Aniljit Kamboj was shot twice by attackers posing as #patients at his clinic in Moga, #Punjab.
— Indian Doctor🇮🇳 (@Indian__doctor) July 6, 2025
The attackers, reportedly in their 30s, fled the scene after firing two bullets, leaving the doctor seriously injured."#MedTwitter pic.twitter.com/gF3YVQP7sQ
ADVERTISEMENT
બંને યુવાનો સવારે લગભગ 10 વાગ્યે ક્લિનિક પર આવ્યા હતા પરંતુ ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી પાછા ફર્યા હતા. ત્યારબાદ તેઓ ફરીથી બપોરે 12:50 વાગ્યે આવ્યા અને આ ગુનો કર્યો.
ADVERTISEMENT
ડિસેમ્બર 2022માં એક ધમકીભર્યો ફોન
માહિતી અનુસાર ડિસેમ્બર 2022માં ડૉ.અનિલજીત કંબોજને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ખંડણીના પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં મોગા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતીત્યારબાદ પોલીસે 15 ડિસેમ્બર 2022 ના રોજ FIR નોંધી હતી. આ ધમકી ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા દ્વારા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : કાર શાકભાજીની લારી સાથે અથડાઈ તો, ઢોર માર મારીને યુવકનું કાસળ કાઢી નાખ્યું
ડૉ. વિજય કાલરાએ જણાવ્યું હતું કે, ડૉ. અનિલ કંબોજને બે ગોળી વાગી હતી, એક છાતીની બાજુમાં અને એક પેટમાં. ગોળી તેમના શરીરમાંથી પસાર થઈ ગઈ હતી. ડૉક્ટરોની ટીમે ત્રણ કલાકની સર્જરી પછી ગોળી કાઢી હતી, પરંતુ તેમની હાલત ખૂબ જ નાજુક છે. તેઓ હાલમાં ICUમાં છે. મોગાના SPD બાલકૃષ્ણન સિંગલાએ જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે ડૉ.અનિલ કંબોજના પુત્ર ચાહત કંબોજના નિવેદનના આધારે બે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.