બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / narmada-in-gujarat-like-feeling

NULL / ગુજરાતમાં વિદેશ જેવી "ફિલીંગ્સ", આ સ્થળે પ્રવાસીઓ માટે બનાવાયા AC શેડ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નર્મદા: હાલ હોળીના મીની વેકેશનમાં સ્ટેચ્યુ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બે દિવસની વાત કરીયે તો 40 હજાર પ્રવસીઓએ બે દિવસમાં મુલાકાત લીધી છે. જેમાં તંત્રને પણ 73 લાખની આવક થઇ છે.



ત્યારે હાલ ઉનાળામાં 35થી 40 ડિગ્રી તાપમાનમાં પ્રવાસીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્રએ પણ પ્રવાસીઓ માટે ખાસ સુવિધાઓ વધારી છે. ઉનાળાના 35થી 40 ડીગ્રી તાપમાનમાં ઉભા રહેવા ખાસ સેડ બનાવવામાં આવ્યા છે.



સ્ટેચ્યુની અંદર સ્પેશિયલ આરામ માટે AC પણ મુકવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે ઠંડા પાણીના જગ પણ મુકવામાં આવતા પ્રવાસીઓ પણ 40 ડિગ્રી તાપમાન સહેલાયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મજા મારી રહ્યાં છે અને તંત્ર દ્વારા તમામ સગવડ કરાતા પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળે છે.


શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયત
સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ  સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો. માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે.


પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામળાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી. તો ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રતિમાના નિર્માણ માટે લોખંડ ભેગુ કરવા માટે લોહાસંગ્રહ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આજ ખેડૂતોના ઓજારમાંથી આજે આ વિશ્વની સૌથી ઊંચી લોખંડી પુરુષની પ્રતિમા બનાવવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નક્કી કરાયા છે અલગ-અલગ દર
15 વર્ષના બાળકોની એન્ટ્રી ટિકિટ 60 રૂપિયા
એડલ્ટને એન્ટ્રી માટે 120 રૂપિયા ટિકિટ રહેશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરીના દર 350 રહેશે 
વ્યુ ગેલેરી સ્ટેચ્યુની 152 મીટરની ઊંચાઈએ તૈયાર કરાઈ છે 
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડેમ સુધી જવા માટે બસનો દર 30 રૂપિયા રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ