બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Politics / narendra modi story website launched by mahatma gandhis granddaughter sumitra gandhi

The modi story / PM મોદીના જીવન સાથે જોડાયેલા અજાણ્યા કિસ્સા, મોદીના જીવન પર આધારિત વેબસાઈટ લોન્ચ થઈ

Pravin

Last Updated: 08:50 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીના જીવન સાથે જોડાયેલી વેબસાઈટ 'ધ મોદી સ્ટોરી' શનિવારે લોન્ચ કરવામાં આવી છે. તેને મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ લોન્ચ કરી છે.

  • PM મોદીના જીવન સાથે જોડાયેલા કિસ્સા
  • પીએમ મોદીની અજાણી વાતો 
  • વેબસાઈટ થઈ લોન્ચ

પ્રધાનમંત્રી મોદીના જીવન સાથે જોડાયેલી વેબસાઈટ 'ધ મોદી સ્ટોરી' શનિવારે લોન્ચ કરવામાં આવી છે. તેને મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર મોદીના જીવન સાથે જોડાયેલા કેટલાય કિસ્સાઓ મળી જશે. જેના વિશે બહું ઓછા લોકો જાણતા હશે. આ વેબસાઈટના લોન્ચિંગના તુરંત બાદ ભાજપના કેટલાય નેતાઓએ સોશિયલ મીડિયા પર તેની લિંક શેર કરવા લાગ્યા અને સાથે સાથે વખાણ પણ કરતા હતા. તેમાં સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર પણ સામેલ છે. કેટલાય મંત્રીઓએ ધ મોદી સ્ટોરીને લઈને પોતાનું રિએક્શન પણ આપ્યું છે. કેન્દ્ર મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આમા મોદીજીની એ વાતો છે, જે તેમના મિલનસાર વ્યક્તિત્વને દર્શાવે છે. તેમાં મોદીજી સાથે જોડાયેલી કેટલીય જાણી અજાણી વાતો છે. 

નીરજ ચોપડાનો વીડિયો મેસેજ


વેબસાઈટ પર જેવેલિયન થ્રોના ઓલંપિક ચેમ્પિયન નીરજ ચોપડાએ પણ મોદી સાથેના પ્રથમ મુલાકાતના અનુભવો શેર કર્યા હતા. વીડિયો મેસેજમાં નીરજ કહે છે કે, જ્યારે અમે મોદીજીને મળ્યા, ત્યારે એવું લાગતું જ નહોતું કે, અમે ભારતના પ્રધાનમંત્રી સાથે વાત કરી રહ્યા છીએ. તેમને દરેક ખેલાડી સાથે વાત કરી. તેઓ અમારા વિશે વ્યક્તિગત રીતે ખૂબ બધી જાણકારી રાખતા હતા. તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશમાં રમતનું સ્તર ખૂબ જ સુધર્યું છે. 

મોદી વિશે જાણવા માગતા લોકોને મળશે અહીં તમામ જાણકારી

ધ મોદી સ્ટોરીમાં મોદીના જીવન વિશે ઉંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી છે. તેમાં કેટલાય ક્ષેત્રોની ખ્યાતનામ હસ્તીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. વેબસાઈટને સોશિયલ મીડિયા અકાઉન્ટ મુજબ- અહીં મોદી સાથે જોડાયેલ તમામ લોકોની વાતો અને યાદો સામેલ છે. જે તેમને નજીકથી જોવા, સમજવા અને જાણવા માગે છે. આ વાતો વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે પ્રેરણાનો એક સ્ત્રોત છે. જે તેમને એક નવો આત્મવિશ્વાસ આપે છે કે, તે પણ મોદી માફક બની શકે છે. 

ઈમરજન્સીમાં સિખ બન્યા

મોદીના એક પાડોશીના જણવ્યા અનુસાર ઈમરજન્સી દરમિયાન મોદીએ સિખોનું રૂપ ધારણ કર્યું હતું. જેથી તે પોલીસથી બચી જતાં હતાં. તેનો પણ એક રોચક પ્રસંગ છે. હકીકતમાં મોદી એક વાર સિખ વેશમાં બહાર નિકળીને એક પોલીસ કર્મી પાસે ગયા અને પૂછ્યું, નરેન્દ્ર મોદી ક્યાં રહે છે ? જેના પર તેમણે જવાબ આપ્યો કે, મને નથી ખબર, આપ અંદર જઈને પૂછી જુઓ.

પાણી સાથે ખાઈ લીધી હતી સુકી રોટલી

ગુજરાતના ડો. અનિલ રાવલે 1980ના દાયકામાં મોદી સાથે યાત્રાનો એક કિસ્સો જણાવ્યો હતો. રાવલના જણાવ્યા અનુસાર મોદીએ મને જણાવ્યું હતું કે, એક વાર એક સ્વયંસેવકે તેમને ખાવા માટે આમંત્રણ આપ્યું હતું. સ્વયંસેવક એક ઝૂપડીમાં પત્ની અને બાળકો સાથે રહેતો હતો. એક થાળીમાં, તેમણે મને અડધી રોટલી અને એક દૂધનો નાનો વાટકો આપ્યો. બાળકો માતાના ખોળામાં હતા અને દૂધનો ગ્લાસ ધ્યાનથી જોઈ રહ્યા હતા. હું સમજી ગયો કે, દૂધ તેમના માટે છે. મેં અડધી રોટલી પાણી સાથે ખાઈ લીધી અને દૂધ છોડી દીધું.

6 ભાઈ બહેનવાળા પરિવારમાં મોદીનું બાળપણ ગરીબીમાં પસાર થયું. વડનગર રેલ્વે સ્ટેશન પર તેમના પિતાનું ચાની દુકાન હતી. સ્કૂલથી આવ્યા બાદ મોદી પિતાના કામમાં મદદ કરતા અને ચા વેચતા હતા. આવી જ રીતે કેટલાય કિસ્સાઓ વેબસાઈટ પર સંઘરાયેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ