બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / વિશ્વ / mysterious temple at hierapolis who known gate to hell turkey temple from where no one returns

જાણવા જેવું / રહસ્યમયી: એક એવું મંદિર કે જ્યાં જવા વાળા પાછા નથી ફરતા, કહેવાય છે નર્કનો દરવાજો, બાદમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું સત્ય

Manisha Jogi

Last Updated: 08:24 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીમાં એક રહસ્યમયી મંદિર છે. કહેવામાં આવે છે કે અહીં કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જાય તો તે પાછું આવતું નથી અને ત્યાં જ મૃત્યુ પામે છે.

  • તુર્કીમાં એક રહસ્યમયી મંદિર
  • આ મંદિરમાં કોઈપણ જાય તો મૃત્યુ પામે છે
  • વર્ષો પછી વૈજ્ઞાનિકોએ મંદિર અંગે કર્યો ખુલાસો

તુર્કીમાં એક રહસ્યમયી મંદિર છે, જેને નર્કનો દરવાજો કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીં કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જાય તો તે પાછું આવતું નથી અને ત્યાં જ મૃત્યુ પામે છે. અનેક લોકોએ આ મંદિરમાં જવાની કોશિશ કરી, પરંતુ તેમણે જીવ ગુમાવવો પડ્યો છે. આ કારણોસર સરકારે આ સ્થળે જવા પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષો સુધી આ એક રહસ્યમયી ઘટના રહી છે, થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ આ અંગે વાસ્તવિકતા જાહેર કરી છે. આ વાસ્તવિકતા જાણીને તમને પણ નવાઈ લાગશે.

તુર્કીમાં થોડા વર્ષો પહેલા મકબરા પાસે એક મંદિર જોવા મળ્યું હતું, જે જોઈને પુરાતત્વવિદો પણ સ્તબ્ધ રહી ગયા હતા, જે અંગે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા અમે તમને તુર્કીના પ્રાચીન શહેર હિરાપોલિસના એક રહસ્યમયી મંદિર વિશે જાણકારી આપી રહ્યા છીએ, નર્કનો દ્વાર કહેવામાં આવે છે.

મંદિરની બહાર એક દરવાજો છે. સ્થાનિક લોકો અનુસાર, કોઈ વ્યક્તિ આ દરવાજાની નજીક પણ જાય પળવારમાં મૃત્યુ પામે છે. અહીં અનેક પ્રાણીઓના પણ મોત થયા છે. માનવામાં આવે છે કે, ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન, આ મંદિરમાં એક વ્યક્તિ રહેતો હતો, જેની હત્યા કરવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે, આ વ્યક્તિ જ લોકોની હત્યા કરે છે.

અન્ય કથાઓ અનુસાર આ મંદિરમાં ગ્રીક દેવતાઓ રહે છે. જ્યારે પણ કોઈ મનુષ્ય કે પ્રાણી અહીં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ શ્વાસ બહાર કાઢે છે, જેથી દરવાજા પાસે હાજર રહેલ લોકોનું મૃત્યુ થાય છે. કહેવામાં આવે છે કે અહીંયા અનેક ઝરણા છે, જેમાં સ્નાન કરવાથી અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.

વૈજ્ઞાનિકો આ બાબતે અલગ કહાની જ જણાવી રહ્યા છે. 7 વર્ષ પહેલા થયેલા એક રિસર્ચ અનુસાર મુજબ હેરાપોલિસ મંદિરની બહાર એક પથ્થરનો દરવાજો છે, જે એક નાની ગુફાની અંદરથી પસાર થાય છે. આ દરવાજો લંબચોરસ જગ્યા છે. અનુસાર આ ગુફાની ટોચ પર એક મંદિર હતું, જ્યાં ચારે બાજુ પથ્થરો છે. અહીંયા લોકો આવતા હતા અને સમય પસાર કરતા હતા.

માનવામાં આવે છે કે, લગભગ 2200 વર્ષ પહેલા અહીંયા આવેલ ગરમ ઝરણાઓમાં ચમત્કારિક શક્તિઓ હતી, જેમાં સ્નાન કરવાથી બિમારીઓ દૂર થતી હતી. આ કારણોસર અનેક લોકો આ ઝરણામાં સ્નાન કરવા આવતા હતા. 100 વર્ષ પછી દરવાજા પાસે આવેલ ઝરણામાં અજુગતો ફેરફાર થયો હતો.

હેરાપોલિસ મંદિરની નીચે એક ખૂબ જ ઊંડી તિરાડ પડી ગઈ, જેના કારણે જ્વાળામુખીમાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થવા લાગ્યું. ગેસ બહાર આવવાને કારણે તે ધુમ્મસ જેવું લાગતું હતું. નર્કનો દ્વાર કહેવાતો આ દરવાજો આ જગ્યાની ઉપર બાંધવામાં આવ્યો છે, જે ગ્રીક દેવતા પ્લુટોનું સ્થાન માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે વર્ષો પછી પણ આ ગેસ એટલો ઘાતક છે કે, તેની નજીક આવતા પક્ષી ગૂંગળાઈને મૃત્યુ પામે છે. જો કોઈ વ્યક્તિ પણ આ જગ્યાએ જાય તો તેનું પણ મૃત્યુ થઈ શકે છે.

મંદિરના પૂજારીનું પણ અહીં અવસાન થયું હતું. જર્મનીમાં ડ્યુસબર્ગ-એસેન યુનિવર્સિટીના જ્વાળામુખી જીવવૈજ્ઞાનિક હાર્ડી ફેન્ઝની આગેવાની હેઠળ તેમની ટીમે આ સ્થળનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. રિસર્ચ કરતા જાણવા મળ્યું કે, દિવસ દરમિયાન સૂર્યની ગરમીના કારણે ગેસનો નાશ થાય છે, રાત્રે આ ગેસ તદ્દન ઝેરી બની જાય છે. જમીનથી ઉપર 40 સેમી સુધી તેની ઘાતક અસર થાય છે. માનવામાં આવે છે કે, આ પૂજારીનું સવારે અથવા સાંજે મૃત્યુ થયું હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ