બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / My scheme portal details: Schemes and yojanas of central government

તમારા કામનું / કરોડો લોકોની મોટી સમસ્યા દૂર: સરકારે શરૂ કરી આ સુવિધા, તમે પણ ફોનમાં ચેક કરી લેજો

Megha

Last Updated: 05:11 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પોર્ટલમાં તમને યોજના વિશે ફક્ત જાણકારી નથી મળતી પણ એ અલગ અલગ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ આપવામાં આવી છે.

  • તમારી વિગત ઉમેરીને કઈ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકશો
  • myScheme એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે
  • સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ આપવામાં આવી છે. 

આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી એવી બધી યોજના છે જેનો આપણે લાભ નથી ઉઠાવી શકતા કારણ કે આપણી પાસે એ યોજનાની સાચી માહિતી નથી હોતી અને જો માહિતી મળી જાય તો આપણે એમની સાઈટ પર જઈને ચેક કેરવું પડે છે કે એ યોજના આપણા કામની છે કે નહીં. પણ એક એવું સરકારી પોર્ટલ છે જે ઘણું કામનું છે, કારણકે એ પોર્ટલમાં આપણે આપણી બધી માહિતી એન્ટર કરવી પડે છે અને એના પરથી જાણી શકાય છે કે દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એવી કઈ યોજના છે જે આપણા કામની છે અને આપણે તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. 

કોણ કોણ આ પોર્ટલનો લાભ ઉઠાવી શકે છે
તમે ભલે વિધાર્થી હોય, નોકરી કરતા હોય, કોઈ પણ કામધંધો કરતા હોય કે ઘર સંભાળતા હોય આ પોર્ટલમાં તમે તમારી વિગત ઉમેરીને કઈ સરકારી યોજનાનો તમે લાભ ઉઠાવી શકશો એ શોધી શકો છો. સાથે જ આ પોર્ટલમાં તમને યોજના વિશે ફક્ત જાણકારી નથી મળતી પણ એ અલગ અલગ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ આપવામાં આવી છે. 

"વન સ્ટોપ' સમાધાન આપતું એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ
myScheme એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ દરેક સરકારી યોજનાને શોધવા અને તેની માહિતી મેળવવા માટે "વન સ્ટોપ' સમાધાન આપવાનો છે. myScheme યોજના સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અલગ અલગ વેબસાઈટ શોધવાની સમસ્યાનો અંત લાવી છે. myScheme પોર્ટલ પર આપણી ડીટેલ એન્ટર કરવાની રહે છે અને પછી આપણને લગતી વળગતી યોજના વિશે બધી જાણકારી મળે છે. 

અલગ અલગ પ્રકારની યોજના શામેલ
My Scheme Portal માં ઘણાં અલગ અલગ પ્રકારની યોજના શામેલ છે. જેમાં ખેતીને લગતી 6 યોજનાઓ, બેન્કિંગને લગતી 31 યોજનાઓ, બીઝનેસને લગતી 15 યોજનાઓ, શિક્ષણને લગતી 21 યોજનાઓ, હેલ્થને લગતી 19 યોજનાઓ, આવાસને લગતી 8 યોજનાઓ, રોજગારને લગતી 17 યોજનાઓ, સામાજિક કર્યોને લગતી 64 યોજનાઓ,રમતને લગતી 3 યોજનાઓ અને સ્વચ્છતાને લગતી 13 યોજનાઓનો સમાવેશ થાય છે. 

સ્ટેપ બાય સ્ટેપ સમજો આખી પ્રોસેસ 

1- સૌપ્રથમ www.Myscheme.gov.in લિંક શોધો અને તેને ખોલતાની સાથે જ હોમપેજ નજર આવશે.

2- ડાબી બાજુ મેનુ પર જઈને તમે ભાષા બદલી શકો છો. હાલ આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં જ ઉપલબ્ધ છે. 

3- એ પછી તમે "ફાઈન્ડ માય સ્કીમ" પર ક્લિક કરશો તો એક નવું પેજ ખુલશે જેમાં તમને તમારી વિગતો પૂછવામાં આવશે. 

4 - એ વિગતોમાં તમને તમારી જાતિ, વર્ગ, ઉંમર, દિવ્યાંગતા છે અને તમારાં ગામકે શહેર અને રાજ્યની માહિતી સાથે જ તમારી આવક વિશેની માહિતી દાખલ કરવાની રહેશે. 

5- માહિતી દાખલ કર્યા પછી એમ નવું પેજ ખુલશે જેમાં તમે કઈ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકો છો તેનુ લીસ્ટ તમારી સામે અવી જશે. 

જો તમે કોઈ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તેના પર ક્લિક કરીને તમે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. સાથે જ તમે ઓનલાઈન કે ઓફલાઈન કેવી રીતે અરજી કરીને યોજનાનો લાભ લઇ શકો છો એના વિશે પણ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ