બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / My Father Was Muslim But No Guarantee Mother Is Muslim- Munawwar Rana

વિવાદ / મુન્નવર રાણાનું ફટક્યું મગજ, કહ્યું- મારો બાપ મુસ્લિમ હતો પણ મા હતી કે નહીં તેની ગેરન્ટી નહીં

Hiralal

Last Updated: 08:23 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મશહૂર શાયર મુન્નવર રાણાએ એક અજીબ નિવેદન આપતા એવું જણાવ્યું કે મારો બાપ મુસ્લિમ હતો પણ માતા હતી કે નહીં તેની મને કોઈ ગેરન્ટી નથી.

  • મશહૂર શાયર મુન્નવર રાણાનું અજીબ નિવેદન 
  • મારો બાપ મુસ્લિમ હતો
  • માતા મુસ્લિમ હતી કે નહીં તેની ખબર નથી 
  • ભાજપના કાર્યક્રમ પર બોલતા આપ્યું નિવેદન 

આખી જિંદગી માતા પર કવિતાઓ લખનાર પ્રસિદ્ધ કવિ મુનવ્વર રાણાએ એક અજીબ નિવેદન આપ્યું છે. તેમણે યુપીમાં પાસમંડા મુસ્લિમોને જોડવા માટે ભાજપના સંમેલન પર નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે પોતાની માતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મુનવ્વર રાણાએ કહ્યું કે તે ખાતરી આપે છે કે તેના પિતા મુસ્લિમ હતા, પરંતુ તેની માતા પણ મુસ્લિમ હોવાની ખાતરી આપતો નથી. એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન મુનવ્વર રાણાએ પોતાના માતા અને પિતા પર આવું અજીબ નિવેદન આપ્યું હતું. 

મારી માતા મુસ્લિમ હતી તેની મને કોઈ ગેરન્ટી નથી- રાણા
રાણાએ કહ્યું કે હું ખૂબ જ પ્રમાણિકતાથી કહું છું કે મારા પિતા મુસ્લિમ હતા, પરંતુ હું ગેરંટી આપું છું કે મારા પિતા મુસ્લિમ હતા પણ મારી મા પણ મુસ્લિમ હતી, એની ગેરંટી ન આપી શકે. કારણ કે મારા પહેલા પિતા જે હિંદમાં આવ્યા હતા, પછી તે સમરકંદ, આફ્રિકા, અરેબિયાથી કે પછી ગમે ત્યાંથી આવ્યા હોય, તેઓ લશ્કરની સાથે આવ્યા હતા અને સૈનિકો પોતાની સાથે પત્નીઓ રાખે તેવું ન બની શકે આવી સ્થિતિમાં, માતા પણ મુસ્લિમ હતી, તેની બાંયધરી આપી શકાતી નથી. જ્યારે પ્રથમ પિતા અહીં આવ્યા ત્યારે તેઓ પોતાની રીતભાત અને સારી વિચારધારાથી દેશભરમાં ફેલાયેલા હતા. આ પછી અહીંના રિજેક્ટેડ લોકોએ જોયું કે તેઓ કેવા પ્રકારના લોકો છે, પછી ઇસ્લામ સ્વીકારવા લાગ્યા.

રાણા અજીબ નિવેદન આપવા માટે જાણીતા 
ઉલ્લેખનીય છે કે મુનવ્વર રાણા વિવાદિત અને અજીબ નિવેદન આપવા માટે જાણીતા છે. આ પહેલા પણ તેઓ અનેક વાર વિવાદીત નિવેદનો આપી ચૂક્યા છે. જ્ઞાનવાપી કેસમાં થઈ રહેલા સર્વેથી નારાજ જજ માટે તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે જજે જે કહ્યું તે સાચું છે. તે ભગવાન કરતાં પણ મોટો છે. જોકે આ પછી તેમની ભાષા બદલાઈ ગઈ અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ