બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Mumbai police swung into action after a man searched for suicide best way

જોરદાર કિસ્સો / લો બોલો! ઇન્ટરનેટ પર શખ્સે સર્ચ કર્યું Suicide, તુરંત ઇન્ટરપોલે મુંબઇ પોલીસને કરી એલર્ટ, બચી ગયો જીવ

Kishor

Last Updated: 03:33 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં ઇન્ટરપોલ અને પોલીસની સતર્કતાને પગલે એક યુવાનનો જીવ બચી ગયો હોવાનો જોરદાર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ મોબાઈલ પર 'બેસ્ટ સુસાઇડ વે' સર્ચ કરતાની સાથે જ પોલીસે દોડી જઈ ઉગારી લીધો હતો.

  • એક યુવાનનો જીવ બચાવવા નિમિત્ત બની મુંબઈ પોલીસ
  • વ્યક્તિએ મોબાઈલ પર બેસ્ટ સુસાઇડ વે સર્ચ મારતા જ પોલીસ પહોંચી ગઈ
  • પોલીસે ટ્રેક કરી આત્મહત્યા કરતા અટકાવ્યો

મુંબઈમાં ઇન્ટરપોલ અને પોલીસની સતર્કતા એક વ્યક્તિનો જીવ બચાવવા નિમિત્ત બની છે. મુંબઈમાં રહેતો એક 28 વર્ષીય યુવાન google પર આત્મહત્યા કરવા માટેના રસ્તા અંગે સર્ચ કરતો હતો. જેને લઈને ઇન્ટરપોલને જાણ થતા તેણે મુંબઈ પોલીસેને મોબાઈલ નંબર શેર કર્યા હતા. જેને લઈને પોલીસે આ નંબર ટ્રેક કર્યા હતા. જ્યાં તપાસ બાદ યુવાનનું લોકેશન શોધી અને તેમને ઉપનગરીય માલવણી વિસ્તારમાંથી બચાવ્યો હતો. જે યુવાન ડિપ્રેશનના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

મુંબઈના એક બારમાં પોલીસનો દરોડો, 3 ફૂટના ગુપ્ત રૂમમાંથી જે મળી આવ્યું તે  જોઈને અધિકારીઓ પણ થઈ ગયા સ્તબ્ધ...| mumbai bar girls hidden room mumbai  police bar in andheri

ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 11 ની ટીમ દ્વારા બચાવ અભિયાન

મુંબઈ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇન્ટરપોલ દ્વારા મંગળવારે બપોર બાદ મેસેજ મળતાની સાથે જ પોલીસ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 11 ની ટીમ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે લોકેશન શોધી કાઢ્યું હતું. જ્યા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે યુવાન મૂળ રાજસ્થાનનો છે તેમના માતાની બે વર્ષ અગાઉ ફોજદારી કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને યુવાન હાલ માણવાણી જતા પહેલાના મીરા રોડ પર સબંધીઓને ત્યાં રહેતો હતો. એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી રોજગારી માટે પણ તે દર દર ભટકતો હતો. એક બાજુ બેરોજગારી અને બીજી બાજુ માતાને જેલમાંથી મુક્ત ન કરાવતા યુવાન ડિપ્રેશનનો ભોગ બન્યો હતો.

યુવાનનો જીવ બચાવમાં નિમિત્ત બની

બાદમાં યુવાને આપઘાત કરી જીવન લીલા સંકેલી લેવાનો મનોમન નિર્ણય લઈ લીધા બાદ તે google માં આત્મહત્યા માટેના શ્રેષ્ઠ માર્ગ સર્ચ કરી રહ્યો હતો. જેને લઈને ઇન્ટરપોલના અધિકારીઓનું ધ્યાન જતા તેમણે મુંબઈ પોલીસને ઈ-મેલ મોકલ્યો હતો અને હાલ પોલીસે આ યુવાનનું કાઉન્સેલિંગ કર્યું છે. વધુમાં સંબંધીઓની મુલાકાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન જેને ઇન્ટરપોલ તરીકે ઓળખવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને સમગ્ર વિશ્વમાં પોલીસ સહકાર અને ગુનાના નિયંત્રણની સુવિધા આપે છે. તે યુવાનનો જીવ બચાવમાં નિમિત્ત બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ