બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Mumbai heatstroke cases reported in hospitals starting april every year in india doctors explain symptoms

તમારા કામનું / મુંબઈમાં લૂના કારણે 11 લોકોના મોત, હિટસ્ટ્રોકથી બચવા માટે કરો આ ઉપાય, જાણો શું કહે છે એક્સપર્ટ ડૉક્ટર્સ

Manisha Jogi

Last Updated: 04:49 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હીટસ્ટ્રોકને કારણે નવી મુંબઈમાં 11 લોકોના મૃત્યુ થયા છે.

  • તાપમાન 40 ડિગ્રીને પાર.
  • હીટસ્ટ્રોકને કારણે નવી મુંબઈમાં 11 લોકોના મૃત્યુ. 
  • ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ધરાવતા લોકોએ વધુ સાવધાન રહેવું.

ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો અને ડોકટરો આ લૂ (હીટસ્ટ્રોક)થી બચવાની સલાહ આપી રહ્યા છે. હીટસ્ટ્રોકને કારણે નવી મુંબઈમાં 11 લોકોના મૃત્યુ થયા છે. ઓપન ગ્રાઉંડમાં એક જાહેર સભા દરમિયાન અનેક લોકો હીટસ્ટ્રોકની ચપેટમાં આવી ગયા હતા, જેમાંથી 11 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અનેક લોકોના શરીરમાં પાણીની કમી થઈ ગઈ તો કેટલાક લોકોને આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યા થઈ. હીટસ્ટ્રોકના લક્ષણોમાં શરીરનું ઉચ્ચ તાપમાન, ગરમી, શુષ્ક, હ્રદયના ધબકારા, માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા, બેભાન થઈ જવા જેવા લક્ષણો શામેલ છે. આમાંથી કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ.

શરીર ઉચ્ચ તાપમાનના સંપર્કમાં આવે અથવા વધુ શારીરિક શ્રમ કરે તો હીટસ્ટ્રોકની ચપેટમાં આવી શકે છે. દર મહિને હીટસ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં 5થી 6 દર્દીઓ દાખલ થાય છે. એપ્રિલ 2022માં પણ હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી હતી અને જૂન 2022 સુધી આ દર્દીઓની સંખ્યા વધતી જતી હતી. મહારાષ્ટ્રના નાનાવતી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઈન્ટરનલ મેડિસિના વરિષ્ઠ સલાહકાર ડૉ.હેમલત્તા અરોરાએ જણાવ્યું છે કે, ગયા સપ્તાહે આઉટડોર પેશન્ટને વધુ થાક લાગવાને કારણે અને ચક્કર આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પૂણાની સૂર્યા મધર એન્ડ ચાઈલ્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આંતરિક ચિકિત્સા સલાહકાર ડૉ.અનૂપ લાતેને જણાવ્યું હતું કે, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે વધુ સાવધાની રાખવી જોઈએ અને બપોરે બહાર ના નીકળવું જોઈએ. તમામ રાજ્યો અને શહેરોમાં એક સપ્તાહમાં નિયમિતરૂપે તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. 

કોણે વધુ સાવધાની રાખવી

  • ચિકિત્સા નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, વધુ ઉંમર ધરાવતા લોકોએ 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં સાવધાન રહેવું જોઈએ. 
  • ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ધરાવતા લોકોએ વધુ સાવધાન રહેવું.
  • કેટલીક દવાઓને કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે, જેના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે અને તમે હીટસ્ટ્રોકનો શિકાર પણ થઈ શકો છો. 
  • મહિલાઓએ તાજા ફળનો રસ અને છાશ જેવા પીણાંઓનું સેવન કરવું જોઈએ.
  • બાળકો અને ગર્ભવતી મહિલાઓએ દિવસે બહાર જતા સમયે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. 
  • બાળકોએ સ્કૂલ દરમિયાન ચહેરા અને હાથને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ