બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mukesh Ambani is Richest Indian, DMart's Radhakishan Damani grabs 2nd slot

મિલકત / ફોર્બ્સની ભારતીય યાદીમાં મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યકિત, બીજા સ્થાને ડીમાર્ટના સ્થાપક

Published By: Juhi

Last Updated: 07:17 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા મેગેઝિન ફોર્બ્સ દ્વારા ભારતના ટૉપ અબજોપતિની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર, કોરોના વાયરસ મહામારીને કારણે દુનિયાભરમાં મોટાભાગના બિઝનેસમેનોની સાથે સાથે ભારતીય બિઝનેસમેનોની સંપત્તિમાં પણ અસર થઇ છે.

જ્યાં એક તરફ તેમના બિઝનેસ પહેલાથી સુસ્થ અર્થવ્યવસ્થાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે લૉકડાઉનને કારણે તેના પર વધારે અસર થઇ છે. આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી આ યાદીમાં ટૉપ પર છે, તેઓ ભારતના સૌથી આમિર વ્યકિતની સાથે સાથે એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. 

ભારતીય અબજોપિતની કુલ સંખ્યા ગત વર્ષે 106ની સરખામણીએ ઘટીને 102 રહી ગઇ છે. આ સાથે જ સંપત્તિમાં 23 % ઘટાડોની સાથે 313 અબજ ડૉલર જ રહી ગઇ છે. આ ઘટાડાના લગભગ 5મા ભાગ માટે ટેક ટાયકૂન અઝીમ પ્રેમજીની ઉદારતાને જવાબદાર ગણવવામાં આવી છે, જેમણે પોતાના ભાગની એક મોટી રાશિ વિપ્રોમાં દાન કરી દીધી છે. તો રિટેલિંગ ટાયકૂન અને ડી માર્ટ સુપરમાર્કેટ ચેનના માલિક રાધાકિશન દામનીની સંપત્તિમાં વધારો થયો છે. તેમની સંપત્તિ વધીને 13.8 બિલિયન ડૉલર થઇ ગઇ છે. તેમની સંપત્તિમાં વધારો થયો છે કે તેઓ ધનિક વ્યકિતની યાદીમાં બીજા નંબર પર આવી ગયા છે. 

ઑઇલથી લઇને ગેસના બિઝનેસ અને ટેલિકૉમ સેક્ટરમાં પોતાની પ્રભુત્વ જમાવનારા RIL અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિ 36.8  અબજની સાથે દેશના સૌથી ધનિક વ્યકિત છે, તેમની સંપત્તિમાં એક વર્ષની સરખામણીમાં 13.2 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. 

આ યાદીમાં દેશના ટૉપ 10 અબજોપતિની યાદીમાં શિવ નડારા ત્રીજા સ્થાન પર છે જેમની સંપત્તિ 11.9 અબજ ડૉલર છે. તો ચોથા સ્થાન પર ઉદય કોટક છે જેમની સંપત્તિ 10.4 અબજ ડૉલર છે. પાંચમા સ્થાન પર 8.9 અબજ ડૉલરની સંપત્તિની સાથે ગૌતમ અદાણી છે. આ યાદીમાં સુનીલ મિત્તલ છે જેમની સંપત્તિ 8.8 અબજ ડૉલર છે અને સાતમાં સ્થાન પર સાયરસ પૂનાવાલા છે જેમની સંપત્તિ 8.2 અબજ ડૉલર છે. 

આઠમા સ્થાન પર કુમાર બિરલા, નવમા સ્થાન પર લક્ષ્મી મિત્તલ અને 10 સ્થાન પર અઝીમ પ્રેમજી છે જેમની અનુક્રમે સંપત્તિ 7.6 અબજ ડૉલર, 7.4 અબજ ડૉલર  અને 6.1 અબજ ડૉલર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Forbes 2019 India List Mukesh Ambani RadhaKishan Damani Rich Indian Businessmen azim premji business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ