ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / mukesh ambani get 5 global friends who invested thousands of crore

પાર્ટનરશિપ / મુકેશ અંબાણીને મળ્યા 5 ગ્લોબલ ફ્રેન્ડ્સ, RIL માં કર્યુ અબજોનું રોકાણ

Published By: Juhi

Last Updated: 07:37 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેર બજારમાં સૌથી વધારે વેલ્યૂએશન ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં ઘણા ગ્લોબલ પાર્ટનરશિપ અને રોકાણ કર્યા છે, જેમાં સૌથી વધારે ફેસબુક-જિયોની ડીલ તો ચોંકાવનારી હતી. જાણીએ રિલાયન્સના મુખ્ય મુકેશ અંબાણીના 5 ગ્લોબલ ફ્રેન્ડ વિશે જેમણે રિલાયન્સમાં અબજોનું રોકાણ કર્યુ છે....

ADVERTISEMENT

1. મોહમ્મદ બિન સલમાન, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ

અંદાજે 1 લાખ કરોડ રૂપિયા

ફેબ્રુઆરી 2019 માં જ્યારે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત આવ્યા હતા, તેમણે મુકેશ અંબાણી સાથે વાતચીત કરી હતી, તેમની વાતચીતનો એજન્ડા સાઉદીની સરકારી કંપની અરામકોને રિલાયન્સમાં રોકાણ કરવા માટે કહ્યુ હતુ. અરામકોએ રિલાયન્સના તેલ તથા ગેસના બિઝનેસમાં 20%  ભાગ એટલે કે 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ડીલ કરી હતી. 

2. બ્રુસ ફ્લેટ, CEO બ્રુકફીલ્ડ 

અંદાજે 38125 કરોડ રૂપિયા

બ્રુકફીલ્ડ એક એસેટ મેનેજમેન્ટ કંપની છે જેણે 30 દેશોમાં 540 અબજ ડૉલરનું રોકાણ કરી રાખ્યુ ચે. ગત વર્ષે મુકેશ અંબાણી ખોટમાં હતા ત્યારે ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન ખરીદી હતી, જે પહેલા રિલાન્યસ ગેસ ટ્રાન્સપોર્ટ્રેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામથી જાણીતી હતી, જેનું વેલ્યુએશન 13000 કરોડ રૂપિયા હતુ. આ જ ગ્રુપે કેનેડાની બ્રુકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ એલપીએ ગત વર્ષે રિલાન્યસ ગ્રુપમાં ટેલિકૉમ ટાવર ઇન્વેસ્ટમેન્ટ ટ્ર્સ્ટમાં 25,215 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.

3. બૉબ ડ્યૂડલે, બીપી પીએલસીના પૂર્વ CEO

રિલાયન્સમાં રોકાણ: 42500 કરોડ રૂપિયા
પ્રસ્તાવિત રોકાણ: 7000 કરોડ રૂપિયા

Bob Dudley ઘણી વખત ભારતમાં આવ્યા અને તેમની સાથે મુકેશ અંબાણી પણ જોવા મળ્યા. Bob Dudley એ વર્ષ 2018માં ઇશા અંબાણી અને આનંદ પિરામલની લગ્નમાં હાજરી આપી હતી, જે વર્ષે માર્ચમાં તેઓ બીપીથી રિટાયર થયા. RIL- બીપીના જ્વૉઇન્ટ વેન્ચર પેટ્રોલ પંપ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે હેઠળ બીપી લગભગ 5000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.

4. માર્ક ઝુકરબર્ગ, ફેસબુક સંસ્થાપક

અંદાજે 43574 કરોડ રૂપિયા

ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99 % પાટર્નરશિપ ખરીદવાની જાહેરાત કરી. હવે જિયોમાર્ટ અને વોટ્સએપ પ્લેટફોર્મ મળી ઇ-રિટેલિંગ શોપિંગ કરશે. દેશભરના 3 કરોડ કરિયાણાવાળાને વોટ્સએપ દ્વ્રારા ઓનલાઇન વેપારમાં જોડવામાં આવશે. મુકેશ અંબાણી-ઝુકરબર્ગની જોડી ભારતમાં જામી ગયેલી એમેઝોન અને વોલમાર્ટને પડકાર આપશે. જિયો-ફેસબુકની આ ડીલ ભારતમાં ટેક્નોલોજી સેક્ટરનું આ સૌથી મોટું એફડીઆઇ છે.

5. બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના ચેરમેન

માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ લાંબા સમયથી મુકેશ અંબાણીના મિત્ર છે. ગત વર્ષે AGM માં મુકેશ અંબાણીએ માઇક્રોસોફ્ટની સાથે એક ક્લાઉડ કમ્પ્યૂટિંગની પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ હેઠળ જિયો ભારતભરમાં ડેટા સેન્ટર બનાવશે, જ્યારે માઇક્રોસોફ્ટ પોતાના ક્લાઉડ પ્લેટફોર્મ Azure ની સેવા આપશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bill Gates India Invesrments Mark Zuckerberg Mukesh Ambani Reliance Group Partnership

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ